પોસ્ટ્સ

ડિસેમ્બર, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

23 ડિસેમ્બર એટલે " રાષ્ટ્રીય ખેડૂત દિવસ "

છબી
"23 ડિસેમ્બર એટલે " રાષ્ટ્રીય ખેડૂત દિવસ " રાષ્ટ્રીય ખેડૂત દિવસ   અથવા  કિસાન દિવસ , ભારતના પાંચમા વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહના સન્માનમાં ઉજવાય છે. તેમનો જન્મ ઉત્તરપ્રદેશ રાજ્યના, નૂરપુર ગામમાં, એક ખેડૂત પરિવારમાં 23 ડિસેમ્બર 1902 ના દિવસે થયો હતો.      28 મી જુલાઇ, 1979 થી 14 મી જાન્યુઆરી, 1980 સુધી શરૂ થયેલા ટૂંકા સમયગાળા માટે તેમણે દેશના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ સ્વભાવના ખૂબ જ સરળ અને બુદ્ધિથી તેજ હતા અને અત્યંત સરળ જીવન જીવ્યા હતા.     વડા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતીય ખેડૂતોના જીવનમાં સુધારા માટે ઘણી નીતિઓ રજૂ કરી. ચૌધરી ચરણસિંહના ચુંબકીય વ્યક્તિત્વ અને ખેડૂતોની તરફેણમાં વિવિધ લાભકારી નીતિઓએ જમીનદારો અને ધનકુબેરો સામે ભારતનાં તમામ ખેડૂતોને એકઠા કર્યા. તેમણે ભારતના બીજા પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલા પ્રખ્યાત સૂત્ર ' જય જવાન જય કિસાન ' નું અનુસરણ કર્યું.  ચૌધરી ચરણસિંહ અત્યંત સફળ લેખક પણ હતા અને ખેડૂતો અને તેમની સમસ્યાઓ અંગેના તેમના વિચારો દર્શાવતી ઘણી પુસ્ત...