કિચન ગાર્ડનિંગ
શુ તમે તમારા ઘરે સુશોભનના કુંડા કે ગાર્ડનને વધુ સારા બનાવવા માંગો છો ?
આ પોઈન્ટસ ખાસ ધ્યાનમાં રાખો.
(1) સુશોભનના છોડ અને કુંડાની પસંદગી
ગાર્ડન શોખીનો અને વધુ સારું કરવા માંગતા વ્યક્તિઓ માટે છોડની પસંદગી મૂંઝવણનો વિષય હોઈ છે ત્યારે આ ટિપ્સ કદાચ તમને થોડી મદદ કરશે.
- જો કુંડા ઘરની અંદર રાખવાના હોઈ તો સેડ લવિંગ છોડની પસંદગી કરવી જોઈએ.
- ઘરની અંદર એર પયુરિફાયર પ્લાન્ટ્સ જરૂર રાખવા જોઈએ. ઉદાહરણ તરીકે :- એલોવેરા/કુંવાર પાઠું, સ્નેક પ્લાન્ટ, અરેકા પામ, ઓર્ચીડ, તથા પીસ લીલી વગેરે.
- ખૂબ ભારે કુંડા ખરીદવા કરતા વજનમાં હળવા અને ટકાઉ મજબૂત કુંડા પસંદ કરવા.
- કુંડાનું કદ છોડના આકાર અને કદ સાથે સમતુલન સાધતુ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે ખૂબ નાના કુંડામાં, મોટો છોડ કે ખૂબ મોટા કુંડામાં, નાનો છોડ - કુંડાની શોભા બગાડે છે. માટે છોડના કદ અને આકાર પ્રમાણે કુંડાની પસંદગી કરવી જોઈએ.
- કુંડામાં છોડ વાવેતર કરતા પહેલા હંમેશા નીચેના તળિયામાં વધારાનું પાણી કાઢવા માટે હોલ બનાવવા જોઇએ. હોલ ને પથ્થરથી કે નળિયાં ના બટકાથી ઢાંકી દેવાથી કુંડાની અંદરની માટી બહાર આવતી અટકાવી શકાય છે.
- અમુક વર્ષ બાદ છોડ મોટો થઈ જાય ત્યારે છોડના કદને અનુરૂપ કુંડાની પસંદગી કરીને, છોડને માટી સાથે જ નાના કુંડા માંથી મોટા કુંડામાં રોપવો જોઈએ.
- કુંડાની બદલી હંમેશા ચોમાસાની ઋતુમાં કરવામાં આવે તો છોડ આસાનીથી ચોંટી જાય છે અને બહારી વાતાવરણનો શોક ઓછો લાગે છે.
(2) કુંડાના માધ્યમ ને પસંદ કરો
છોડને ઉગવા માટે જે માટી અને અન્ય વસ્તુના મિશ્રણ ની જરૂર હોય છે તેને માધ્યમ કહે છે. છોડના વ્યવસ્થિત વૃદ્ધિ - વિકાસ માટે કુંડામાં માટી સાથે થોડી રેતી, કોકોપીટ, વર્મીક્યુલાઈટ, પરલાઈટ અને સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. સેન્દ્રીય ખાતરમાં અળશિયાનું ખાતર સૌથી ઉત્તમ છે.
(3) પાણીની જરૂરિયાત
કોઈ પણ છોડને જીવવા માટે ભેજની જરૂર પડે છે માટે કુંડામાં જરૂરિયાત મુજબ જ પાણી આપો. રોજ રોજ પાણી ન આપતા, 2 કે 3 દિવસના અંતરે પાણી આપવું હિતાવહ છે. રોજે - રોજ વધુ પાણી આપવામાં આવે તો છોડ સુકાઈ જાય છે. વરસાદની મોસમમાં કુંડાની અંદર પાણી ભરાઈ ના રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારે કોઈ કારણો સર ઘરેથી વધારે દિવસ માટે બહાર જવાનું હોય તો બીજા મિત્રો કે પડોશીઓને કુંડામાં પાણી આપી શકે એવી વ્યવસ્થા ગોઠવીને જ જવું જોઈએ.
(4) ખાતરની જરૂરિયાત
કોઈ પણ છોડને પોતાના વૃદ્ધિ-વિકાસ અને ફૂલ/ફળ કે બીજ આપવા માટે 17 જેટલા તત્વોની ઓછા-વધુ પ્રમાણમાં જરૂર રહે છે. છોડ અમુક તત્વો હવા માંથી અને અમુક તત્વો જમીનમાથી મૂળ વડે ઉપાડે છે. છોડને દરેક તત્વો મળી રહે તે માટે ઓર્ગેનિક ખાતર જેવા કે છાણીયુ ખાતર, વર્મીકંપોસ્ટ એટલે કે અળશિયાનું ખાતર, સીટી કંપોસ્ટ કે ઘરના વેસ્ટમાંથી બનાવેલું ખાતર ખૂબ ઉપયોગી થાય છે. રસોડામાંથી નીકળતા લીલા કચરામાંથી ઉત્તમ ખાતર બનાવી શકાય છે.
સેન્દ્રીય ખાતર વાપરવાથી માટીની ફળદ્રુપતા વધે છે. જમીનની પાણી પકડવાની ક્ષમતામાં વધારો થાય છે. જમીનમાં હવાની અવર જવર વધે છે અને માટી પોચી અને ભુરભૂરી બને છે. પરિણામ સ્વરૂપે મૂળ વધુ સારી રીતે કાર્ય કરી શકે છે.
(5) રોગ નિયંત્રણ
ફૂલ-છોડ અને ગાર્ડનમાં ઘણી વખત અલગ અલગ પ્રકારના રોગ આવતા હોઈ છે. જેમ કે છોડ સુકાઈ જવા, પાંદડા બળી જવા, પાંદ પર ડાગા પડવા વગેરે જેવા રોગ આવતા હોય છે. આને રોકવા માટે ઘર ગથ્થુ ઉપાય તરીકે ખાટી છાસ નો ઉપયોગ કરવો જોઈએ.
(6) જીવાત નિયંત્રણ
કુંડાની માટીમાં કે છોડ પર ઘણી વખત અલગ અલગ પ્રકારની જીવાતનો ઉપદ્રવ થતો હોય છે. જીવાતો જેવી કે ચૂસીયા પ્રકારની જીવાત, ઈયળો, ફૂદડાઓ તેમજ જમીનની અંદર ઉધઈ એ છૂપો દુશ્મન છે. જીવાતના ઉપદ્રવથી છોડ ને ખાસુ એવું નુકશાન થાય છે. ઘણી વખત તો તમારો આખો છોડ મરી જાય છે. આવી કોઈ જીવાતનો એટેક દેખાઈ તો તરતજ જરૂરી પગલાં લેવા. છોડ પર જીવાતના નિયંત્રણ માટે નિમ ઓઇલ વાપરી શકાય. જમીનમાં જીવાત રોકવા નિમ ઓઇલ અથવા મેટારાઈજીયમ વાપરી શકાય. વધુ માહિતી માટે કોઈ કૃષિ નિષ્ણાત કે ગાર્ડન સલાહકાર ની સલાહ લેવી.
(7) છોડને વાતાવરણના શોકથી બચાવવો.
મોસમ અને ઋતુ પ્રમાણે, વાતાવરણમાં ફેરફાર થતા હોય છે. અલગ અલગ પ્રકારના વાતાવરણની અસર બાલ્કનીમાં રાખેલા કુંડા અને ગાર્ડનમાં વાવેલા છોડ પર થતી હોય છે. જો છોડ ને આવી વિપરીત પરિસ્થિતિ સામે રક્ષણ ના આપવામાં આવે તો, છોડના પાંદ બળી/ખરી જવા, વિકાસ અટકી જવો, ફૂલ ના આવવા અને છોડ સુકાઈ જવો વગેરે જેવી આડઅસર થઈ શકે છે. આથી
- શિયાળામાં છોડને રાત્રીના ટાઢા પવનની લહેરોથી બચાવવા કુંડા ઓથમાં રાખવા જોઈએ.
- ઉનાળામાં ગરમ લુ ની લહેરથી બચાવવા ઓછું ઓછું પાણી નિયમિત આપવાથી હિટ વેવના શોકથી બચાવી શકાય છે. - ઉનાળામાં ગાર્ડન કે કુંડામાં બપોરે ક્યારેય પાણી આપવું નહીં.
- ચોમાસામાં ની ઋતુમાં વરસાદ બાદ ગાર્ડન, નર્સેરી કે કુંડામાં જો પાણી ભરાયું હોઈ તો પાણી નો નિકાલ વહેલીતકે કરવો જોઈએ.
આભાર...
ટીમ
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો