શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

નમસ્કાર ખેડૂતમિત્રો...

       આજની કૃષિ ચર્ચામાં આપણે વાત કરીશું શિયાળુ પાકના વાવેતર પહેલા શુ શુ કાળજી રાખી શકાય તથા શિયાળુ પાક વાવેતર સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓની. આ વર્ષે ખૂબ વરસાદ થવાથી ઘણા વિસ્તારમાં ખૂબ નુકશાન થયેલ છે. ઘણા વિસ્તારમાં ખેડુતોને ઘણી નુકશાની વેઠવી પડેલ છે. ખેતી એ વાતાવરણ આધારિત છે તેથી વાતાવરણમાં થતા ફેરફારની પાક પર સારી નરસી અસર ઓછા વત્તા જોવા મળે છે. બીજના ઉગાવાથી લઈને નવા બીજના બનવા સુધીની સફરમાં જો તેને સમયે સમયે જરૂર મુજબની હવા, પાણી, સૂર્યપ્રકાશ અને જરૂરી તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે તો ઉત્પાદન ધાર્યા કરતાં ઘણું સારું આવે છે. શિયાળી પાકના લગભગ બધાજ બીજને ઉગવા માટે 22 થી 27 ℃ વચ્ચે તાપમાનની જરૂર પડે છે. આપણા માથી લગભગ ઘણા લોકો આ વસ્તુ જાણે છે પણ ઘણા ખેડૂતો ઉતાવળું વાવેતર કરવાની હોડમાં આગોતરું વાવેતર કરી દે છે હાલ એટલે કે તારીખ 08/10/2020 ના રોજ વાતાવરણ ખૂબ ગરમી વાળું છે. ઘણા ખેડૂતો આજની તારીખમાં વાવેતર માટે ની સલાહ કે બિયારણ માટે ફોન કરતા હોય છે. અમે સમજાવીએ છીએ કે અત્યારે વાવેતર ના કરવું જોઈએ તેમ છતાં લોકો અત્યારે વાવેતર કરે છે વધુ તાપમાનને કારણે ઉગાવો ઓછો લે છે અને જાણી જોઈને નુકશાની વેઠે છે. 

     ખેડૂતમિત્રો એક વાત હંમેશા યાદ રાખજો કે આપણી ખેતી ને સૌથી જાજો ટેકો વાતાવરણનો મળે છે. કહેવાય છે કે જ્યારે નદીમાં તાણ ખૂબ વધારે હોય ત્યારે તાણ સાથે વહેવામાં જ ભલાઈ છે. ખેતીમાં પણ આવું જ કંઈક સમજવુ. આપણે ખુલ્લા ખેતરોમાં ખેતી કરતા હોઈએ તેથી વાતાવરણ બદલી શકતા નથી પણ આપણે એવો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ કે વાતાવરણ સાથે સાનુકૂળતા કેળવીને ચાલીયે. રાજ્યની કૃષિ યુનિવર્સિટી અને સંશોધન કેન્દ્રો દ્વારા અગાવ થયેલ સંશોધનોનો અભ્યાસ કરવો જોઈએ. કયો પાક ક્યારે વાવેતર કરવામાં આવે તો વધુ સારું ઉત્પાદન મળે, કેટલા દિવસનો પાક છે, ક્યાં ક્યાં રોગ આવે છે, કઇ કઈ અવસ્થાએ પાણી ની જરૂર છે એ બધું અગાવથી જાણવા, જોવા, સમજવાની કોશિષ કરવી જોઈએ.  યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે રોગને આવતા પહેલા અને જીવાતને આવ્યા બાદ તેના નિયંત્રણના પગલાં લેવા જોઈએ.. ( જ્યારે રોગની વાત હોય ત્યારે પાણી પેલા પાળ બાંધવી.)
      એક નાનકડા ઉદાહરણ સાથે સમજીયે તો માનો કે તમે ચોમાચામાં મગફળીનું વાવેતર કરેલ હતું. તેમાં સુકારાનો તથા સફેદ ફૂગનો એટેક હતો. આ વર્ષે ખૂબ વરસાદ હતો એથી તમે બનતા પ્રયત્નો કર્યા પણ રોગને રોકવામાં પુરી સફળતા ન મળી. આનો મતલબ હવે એવો સમજવો કે આ ખેતરમા શિયાળુ પાકમાં જો ધાણા, જીરું કે ચણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવે તો એમાં આજ ફૂગ ફરી એટેક કરશે એટલે કે રોગ પેદા કરશે અને શિયાળુ પાકમાં પણ સુકારો આવશે.  કારણ કે કોઈ પણ પાકમાં જેના લીધે સુકારો આવે છે એ રોગ કારક ( રોગ પેદા કરનાર ) ફૂગ એક જ છે.
      જો કોઈ પણ પાકમાં કયા ક્યાં રોગ અથવા કઈ કઈ જીવાત આવે છે એની અગાવથી જાણ થઈ જાય તો આપણે તેને આવતા અટકાવવાના પગલાં પણ અગાવથી લઈ શકીયે છીએ. આગોતરું આયોજન કરવામાં આવે તો ખૂબ ઓછા ખર્ચે રોગ જીવાતનું સારી રીતે નિયંત્રણ કરી શકાય છે. આવા સમયે રોગ જીવાત સામે લાંબા સમય સુધી રક્ષણ માટે ટ્રાઇકોડરમાં હારજીયાનમ, સ્યુડોમોનાસ ફ્લોરોસેન્સ, જીવાત નિયંત્રણ માટે બ્યુવેરિયા બાસિયાના, મેટારાઇજીયમ એનિસોફીલી જેવા જૈવિક બેક્ટેરીયાનો ઉપયોગ કરવો જોઈએ. ( દરેક પ્રકારના બેક્ટેરિયા વિશે જાણવા, સમજવા, શીખવા, મંગાવવા માટે આ લિંક પર મેસેજ કરી શકો છો - https://wa.me/919723135955 ) આ સિવાય, કયો પાક ક્યારે વાવેતર કરીયે તો ઉગાવો સારો આવે, પાયાના ખાતર, ગળતીયા છાણીયા ખાતરના ફાયદા, જમીનની તૈયારી, બીજ તથા જાતની પસંદગી જમીનનો પ્રકાર, વાતાવરણ અને ફાર્મ પર સંસાધનોની ઉપલબ્ધતાના આધારે અગાવથી જ કરવી જોઈએ. તો ચાલો જાણીએ અલગ અલગ પાક વિશે થોડી વધુ માહિતી...

ચણા

"ઓછા-ખર્ચે બમ્પર ઉત્પાદન આપતી ચણાની જાત એટલે ફૂલે વિક્રમ"

1)  2020માં ગુજરાતમાં ભલામણ કરેલ અદ્યતન વેરાયટી.
2)  વધુ ઉત્પાદન તેમજ હારવેસ્ટર દ્વારા કાપણી કરી સકાય.
3)  સુકાર સામે પ્રતિકારક જાત.
4)  પિયત/બિનપીયત બંને વિસ્તારોમાં વાવણી કરી શકાય.

● વધુ માહિતી તેમજ સર્ટિફાઇડ બિયારણ મેળવવા માટે હમણાં જ સમ્પર્ક કરો. 9723135955 અથવા
https://wa.me/919723135955?text=મારે+ફુલે+વિક્રમ+ચણાનું+બિયારણ+જોઈએ+છે.+મને+વધુ+માહિતી+આપજો

નોંધ:- મર્યાદિત જથ્થો છે તેથી - વહેલા તે પહેલાના ધોરણે આપવામા આવશે.

આખા ગુજરાતમાં મોકલી આપશું.
(ચણાના બિયારણ GG-3 અને GJG-5 નંબરનું જથ્થાબંધ/છૂટક ખાત્રીબંધ બિયારણ મળશે.)

● સૌથી વધુ ઉત્પાદન આપતી ફુલે વિક્રાંત ચણાની માહિતી
https://youtu.be/tCx84BPkxfc

● ફૂલે વિક્રમ ચણાની સંપૂર્ણ માહિતી
https://youtu.be/MrB0MoUSYbA

● ફુલે વિક્રમ ચણાની ખેતીના ખેડૂતના જાત અનુભવ
https://youtu.be/_YH3ZzWWz8A

● ફૂલે વિક્રમ ચણાની હારવેસ્ટર દ્વારા કાપણીનો વિડિઓ.
https://youtu.be/2nDg5sYjkZA


- પિયત વિસ્તાર માટે ગુજરાત ચણા 3, અથવા 5 નંબર અને બિનપિયત વિસ્તાર માટે ગુજરાત જૂનાગઢ ચણા -3 નંબર અથવા ગુજરાત જૂનાગઢ ચણા 6 નંબરની જાત પસંદ કરવી. 


-  20 ઓક્ટોબર થી 15 નવેમ્બર દરમ્યાન ઠંડીની શરૂવાત થયે વાવેતર કરવુ. (ઠંડી હોવી જરૂરી છે.)
-  બિનપીયત ચણાનું આગોતરું વાવેતર કરી શકાય છે તેથી જમીનના ભેજ નો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય.
-  બીજ વાવેતર કરતા પહેલા બીજને ફૂગનાશક દવા તથા રાઇજોબીયમ બેક્ટેરિયા/કલ્ચરની માવજત આપવી.

- વધુ સારા ઉગાવા, ઝડપી ઉગાવા અને એક ધારા ઉગાવા માટે જમીનમાં Root G પાયામાં ખાતર સાથે આપવું.  ★ Root G ના ઉપયોગથી પાયાના ખાતરનો ખર્ચ 20 થી 30 % સુધી ઘટાડી શકાય છે. 


જીરું
- વધુ ઉત્પાદન માટે ગુજરાત જીરું 4 નંબરની જાત પસંદ કરવી.
-  સુકારા ના આગોતરા નિયંત્રણ માટે બીજ માવજત તથા જમીન માવજાતમાં ટ્રાઇકોડરમાં / માઈક્રો કંસોરટીયાનો ઉપયોગ કરવો.
-  વધુ ભેજ પકડી રાખતી જમીનમાં ક્યારા નાના કરવા તથા નવા અભિગમ સાથે ચાસ પદ્ધતિથી જીરુંનું વાવેતર કરી શકાય.
-  જીરુંના પાકમાં ટપક પધ્ધતિનો ઉપયોગ કરીને ખુબ સારું ઉત્પાદન લઈ શકાય છે.
-  ફૂગનાશક વડે બીજ માવજત કરવી.

ઘઉં
- વહેલી પાકતી જાત માટે ( 10 નવેમ્બર પહેલા ) GZW-463 અથવા GW-190 નું વાવેતર કરવું.
- સમયસરની વાવણી માટે GW-322, 273, 503, 496-ટુકડા, 366 જેવી કોઈ પણ જાત વાવી શકાય.
- બિનપિયત ઘઉં માટે GW-1 અથવા 2 નંબર વાવી શકાય.
- ઘઉંના 1 kg બીજને 3 ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ દવાનો પટ આપીને વાવેતર કરવું.

- સૌથી વધુ ઉત્પાદન લેવા માટે ભારતની સૌથી વધુ ઉત્પાદન આપતી જાત કરણ વંદના 187 નું વાવેતર કરી શકાય. વધુ જાણવા નીચેની લિંક પર અત્યારે જ ક્લિક કરો.  https://wa.me/919723135955?text=મારે+સૌથી+વધુ+ઉત્પાદન+આપતી+જાત+કરણ+વંદના+187+ઘઉંનું+બિયારણ+જોઈએ+છે.+મને+વધુ+માહિતી+આપજો


- ઘઉંના પાકમાં ઉધયના નિયંત્રણ માટેના પગલાં, આ લિંક પર આપ જોઈ શકશો. - https://youtu.be/VjkohSBLd0g

■ ગુણવત્તા યુક્ત તથા ઘઉંનું વધુ ઉત્પાદન લેવા માટેના ચાવી રૂપ મુદ્દાઓ વાંચવા આ નીચેની લિંક પર ક્લિક કરો.

https://drive.google.com/file/d/1-TcO5_UodR5Bg48_Ch3IrjFUynz6gEa0/view?usp=drivesdk

ધાણા
- બીજ દર :- 3 kg / વીઘા
- વાવેતર :- 1 નવેમ્બર થી 10 નવેમ્બર વચ્ચે

      ધાણા ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરીને આપ વધુ માહિતી મેળવી શકો છો. 

https://drive.google.com/file/d/1-EQt4NA2JAg-hBbNxBXZO4K7VWH8R_pe/view?usp=drivesdk

આપને આ માહિતી સારી લાગે તો અત્યારેજ બીજા ખેડૂતો સુધી મોકલો...

રાઈની વૈજ્ઞાનિક ખેતી
- વધુ ઉત્પાદન માટે  વરુણા અથવા ગુજરાત 1 નંબર પૈકી કોઈ એક જાત પસંદ કરવી.
- પાકનું વાવેતર વહેલા સર ઓક્ટોબર મહિનાના પ્રથમ પખવાડિયામાં કરી દેવું. મોડું વાવેતર કરવામાં આવે તો મોલોમશીનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ રહેલી છે.

વધુ માહિતી કે રાઈનું બિયારણ મંગાવવા માટે આ લિંક પર મેસેજ કરવો - https://wa.me/919723135955


શિયાળુ બાજરાની ખેતી
- વધુ ઉત્પાદન માટે ગુજરાત હાઈબ્રીડ બાજરા 538 અથવા શિયાળામાં વધુ પ્રચલિત જાતનું વાવેતર  ઓક્ટોબર મહીનાના પ્રથમ પખવાડિયામાં કરવું.  ( વધુ જાણકારી માટે બાજરા સંશોધન કેન્દ્ર - જામનગર નો સંપર્ક કરવો. મો :- 0288 2711793 )

વધુ માહિતી કે બાજરાનું બિયારણ મંગાવવા માટે આ લિંક પર મેસેજ કરવો - https://wa.me/919723135955

ઇસબગુલ
-  વધુ ઉત્પાદન માટે ગુજરાત ઇસબગુલ 2 અથવા 4 નંબરની જાત પસંદ કરવી.
-  આ પાકની વાવણી 20 નવેમ્બર થી 10 ડિસેમ્બર વચ્ચે કરવામાં આવે છે.
-  બીજના વધુ ઉગાવા માટે છેલ્લા વર્ષનું બીજ જ વાપરવુ. સામાન્ય પરિસ્થિતિમાં સંગ્રહ કરેલ જુના બીજ સ્ફુરણશક્તિ ગુમાવે છે.
-  હલકી જમીન માટે જમીનમાં ક્યારા નાના કરવા. ( 8 મીટર × 2 મીટર )

વધુ માહિતી કે ઇસબગુલનું બિયારણ મંગાવવા માટે આ લિંક પર મેસેજ કરવો - https://wa.me/919723135955

● પાક વાવેતર પહેલા ભરપૂર માત્રામાં ગળતીયા છાણીયા ખાતરનો ઉપયોગ કરવો. - ફક્ત યુરિયા કે DAP પુરતું નથી.
● કોઈ પણ પાકમાં અર્ધ કોહવાયેલું કે કાચું છાણીયું ખાતર વાપરવું નહિ. ખાતરને વ્યવસ્થિત રીતે સડાવવા વેસ્ટ ડી કમ્પોઝર બેકટેરિયાનો ઉપયોગ કરી શકાય.
● ધાણા, જીરું, ઇસબગુલ જેવા પાકોને વાદળછાયા વાતાવરણમાં કયારેય પાણી આપવું નહીં.
● શિયાળુ પાકોનું વાવેતર વાતાવરણ ઠંડુ પડે ત્યાર બાદ જ કરવું. ખોટી ઉતાવળ કરવી નહીં.
● ચોમાસુ સીઝન પુરી થયા બાદ અનુકૂળતા હોઈ તો શિયાળુ વાવેતર કરતા પહેલા ખેતરમાં પાણી આપી નિંદામણને ઉગવા દેવુ અને સાતી મારી પછી વાવેતર કરવું. આ પદ્ધતિ દ્વારા નિંદામણનાશક દવા/ મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે.
● ખેડૂતમિત્રો આપ સૌ એ પાકની અલગ અલગ અવસ્થાએ આપના ગામના, તાલુકાના, જીલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના  ફાર્મની (એક બીજાના ફાર્મની) મુલાકાત લેતી રહેવી. જેથી જોવા, જાણવા, શીખવા મળે.


ઘઉંના પાકમાં મુખ્ય છ અવસ્થાઓમાં પાણી આપવાનું ભૂલવું નહીં. ઘઉના પાકને આ મુજબ કટોકટીની અવસ્થાએ અવશ્ય પિયત આપવું.
(૧)મુકુટ મૂળ અવસ્થા :- વાવેતર બાદ ૧૮થી ૨૧ દિવસે,
(૨) ફૂટ અવસ્થા :- વાવેતર બાદ ૩૫ થી ૪૦ દિવસે,
(૩) ગાભ અવસ્થા :- વાવેતર બાદ  ૪૫ થી ૫૦ દિવસે,  
(૪) ફૂલ અવસ્થા :- વાવેતર બાદ ૬૦થી ૬૫ દિવસે,
(પ) દુધિયા દાણા અવસ્થા :- વાવેતર બાદ ૭૫-૮૦ દિવસે,
(૬) પોંક અવસ્થા :-  વાવેતર બાદ ૯૦-૯૫
દિવસે

● જે ખેડૂતો પાસે વધુ ઉત્પાદન લેવાની કળા હોઈ તેમણે બીજા અન્ય ખેડૂતો સાથે માહિતી/પદ્ધતિ નું આદાન પ્રદાન કરવુ.

● સમયે સમયે કૃષિ વિજ્ઞાનિકો, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,  કૃષિ સલાહકારો કે ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્રમાંથી સલાહ સુચન લેવા.

ખાસ નોંધ :- અમારા દ્વારા કોઈ મહત્વના પગલાં જે શિયાળુ પાકના વાવેતર પહેલા લેવાં જોઈએ અને અમે આમાં લખતા ભૂલી ગયા હોઈએ તો આપ અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો.
આપને આ લેખમાથી શુ નવીન જાણવા મળ્યું એ કોમેન્ટ જરૂરથી જણાવજો. આપના પ્રશ્નો અને સલાહ સુચન આવકાર્ય છે.

આ લેખ આપને સારો લાગે તો બીજા અન્ય ખેડૂતો સુધી આ માહિતી શેર કરવી.

આપના આભારી...

ટીમ
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨‍🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...


ટિપ્પણીઓ

લોકપ્રિય લેખ

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...