ઓર્ગેનિક ખેતી
બેક્ટેરિયા વાપરવા સમયે રાખવાની કાળજીઓ
- જે જમીનમાં પહેલેથી સેન્દ્રીય પદાર્થ વધુ હોય અથવા વધુ સેન્દ્રીય પદાર્થ આપવામાં આવે તો બેક્ટેરિયા વધુ સારું કામ આપે છે.
- બેક્ટેરિયા હંમેશા ઓર્ગેનિક પદાર્થ જેવા કે ગળતિયું છાણીયુ ખાતર, દિવેલી ખોળ, કરંજનો ખોળ અથવા અળસિયાના ખાતર સાથે વ્યવસ્થિત મિક્ષ કરીને જમીનમાં ભેજ હોઈ ત્યારે આપવા જોઈએ.
- બેક્ટેરિયાની કેપસ્યુલ ફોર્મયુલેશનને ને 200 લીટર પાણીમાં ઓગાળીને સાથે 500 gm ગોળ નાખીને બેક્ટેરિયાની સંખ્યા વધારીને વાપરવાથી વધુ સારા રીઝલ્ટ મળે છે.
- બેક્ટેરિયા વાપરવા સમયે હંમેશા જમીનમાં ભેજ હોવો જોઈએ. અથવા બેક્ટેરિયા આપીને તરતજ પિયત આપવું.
- કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કેમિકલ ખાતર કે ફૂગનાશક દવાઓ સાથે ઉપયોગ કરવા હિતાવહ નથી. જો ખૂબ આવશ્યકતા હોઈ તો બેક્ટેરિયા જમીનમાં વાપરવા સમયે આગળ - પાછળ 5 થી 7 દિવસનો ગાળો રાખવો.
- બેક્ટેરિયાને હંમેશા સૂકી અને ઠંડક વાળી જગ્યાએ સાચવવા, તથા વધુ તાપમાન વાળી કે સીધા સૂર્ય પ્રકાશ આવે એવી જગ્યાએ રાખવા નહિ.
- છોડ પર અથવા ખેતરમાં બેક્ટેરિયાનો છટકાવ હંમેશા વહેલી સવારે અથવા સાંજના સમયે જ ઉપયોગ કરવો. ( સવાર કરતા સાંજના સમયે વધુ સારા રિઝલ્ટ મળે છે. )
વધુ માહિતી માટે કૃષિ નિષ્ણાતની સલાહ લેવી અથવા વૉટ્સએપ આઇકોન પર ક્લિક કરીને ગ્રીનલેન્ડ એગ્રી કંસલ્ટન્સીમાં સંપર્ક કરવો 👉
આપને આ લેખ સારો લાગે તો અન્ય ખેડૂતમિત્રો સાથે અત્યારે જ શેર કરો
આભાર...
ટીમ
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો