મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...
નમસ્કાર ખેડૂતમિત્રો,
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મગફળી પાકનું ખૂબ વાવેતર થાય છે. ખેડૂત ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે એવા હેતુ સાથે આ મગફળીનું સેડ્યુલ બનાવવામાં આવ્યું છે. મગફળીનું સેડ્યુલ અમે અમારા જુના વર્ષોના અનુભવના આધારે બનાવેલું છે. આમાં એવી દવાઓની પસંદગી, વાતાવરણની સમજણ, સમયની જરૂરિયાત અને સંકલિત જીવાત/રોગ/તત્વો નિયંત્રણની ટ્રિક નો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી ખેડૂતને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે. ફાઇનલ ઉત્પાદન એ દરેક ભૌગોલિક સ્થિતિ, વાતાવરણ, ખેડૂતે કરેલી સારવાર અને વાર્ષિક પરિસ્થિતિના આધારે વધુ ઓછું થઈ શકે છે.
આપને ભલામણમાં કોઈ પણ ટેક્નિકલ વિશે અથવા કોઈ માહિતી બાબતે કોઈ વધુ પ્રશ્ન હોઈ તો અમને મેસેજ કરીને પૂછી શકો છો. અમને તમારી મદદ કરવી ગમશે. આપને આ ફાયદા કારક લાગે તો અન્ય લોકો સાથે શેર જરૂરથી કરજો અને તમારા અભિપ્રાય અમારા સુધી પહોંચાડજો.
આપ પણ જો મગફળી કે કોઈ અન્ય પાકમાં ખૂબ સારું ઉત્પાદન લેતા હોવ તો તેની પદ્ધતિ અમારી સાથે જરૂરથી શેર કરજો, જેથી એ અન્ય લાખો લોકો સુધી અમે પહોંચાડી શકીએ.
પાયામાં અથવા 1-20 દિવસમાં :- ટ્રાઇકોડરમાં પાવડર @ 600 gm - 1 kg / 1 વીઘા
ફાયદા :- સુકારો, થડનો કોહવારો, મૂળનો સડો, સફેદ ફૂગ રોકે
પાયામાં અથવા 1-20 દિવસમાં :- માઇકોરાઈઝા બેક્ટેરિયા @ 500 gm / 1 વીઘા
ફાયદા :- વૃદ્ધિ વિકાસ - ઉત્પાદન વધારે, તત્વોનો ઉપાડ કરવામાં મદદ કરે, પાણીની ખેંચથી બચાવે
1-15 દિવસમાં :- મેટારાઈજીયમ પાવડર @ 1 kg / 1 વીઘા
ફાયદા :- મુંડા, ડોળ, ઉધઈ, થ્રિપ્સ, કહારી, ટીડડું અને જમીન જન્ય અન્ય જીવતના નિયંત્રણ માટે
11-20 દિવસમાં :- સ્યુડોમોનાસ પાવડર @ 250 gm / 1 વિધે
ફાયદા :- કાળી ફૂગ રોકે, છોડને ફોસ્ફરસ આપે
25-30 દિવસમાં :- હેક્ષાકોનાઝોલ - 5 % Sc @ 30 ml / પંપ
ફાયદા :- છોડ પરની ફૂગ રોકવા માટે
32-42 દિવસમાં :- સાઈટોસેલ @ 1.5 ml/પંપ
ફાયદા :- છોડમાં ફૂલ-ફાલ અને સૂયા વધારે - ઉત્પાદન વધારે
45-50 દિવસમાં :- હેક્ષાકોનાઝોલ - 5sc @ 35 ml / પંપ
ફાયદા :- છોડ પરની ફૂગ, ટપકાના રોગ રોકવા માટે
58-62 દિવસમાં :- જો સફેદ ફૂગનો ઉપદ્રવ હોઈ તો ટ્રાઇકોડરમાં પાવડર @ 600 gm - 1 kg / 1 વીઘા
ફાયદા :- સફેદ ફૂગ રોકવામાં કામ કરે છે.
68-73 દિવસમાં :- ટેબુકોનાઝોલ + સલ્ફર @ 25 -30 gm - 1 kg / 1 પંપ
ફાયદા :- પાંદ પરના ટપકા અને ફૂગ રોકવા માટે
75-85 દિવસમાં :- કેલ્સિયમ નાઇટરેટ @ 5 kg / 1 વીઘા
મેગ્નેશિયમ સલ્ફેટ @ 4 kg / 1 વીઘા
ઝીંક સલ્ફેટ @ 3 kg / 1 વીઘા
■ ઇયળ અને ચુસીયાનો ઉપદ્રવ જણાય ત્યારે પ્રાથમિક નિયંત્રણ તરીકે બ્યુવેરિયા બાસિયાના @ 100 gm/પંપ વાપરવું. અથવા 1500 ppm નીમ ઓઇલ @ 35 ml/ 1 પંપ નાખીને વાપરવાથી વધુ સારા રિઝલ્ટ મળે.
★ લીલી ઈયલના નિયંત્રણ માટે :- હેલિકોવર્પા લ્યુર વાળું ટ્રેપ @ 5 ટ્રેપ / 1 એકર
★ લશ્કરી ઈયલના નિયંત્રણ માટે :- સ્પોડોપટેરા લ્યુર વાળું ટ્રેપ @ 5 ટ્રેપ / 1 એકર
ઇયળ અને ચુસીયાનો વધુ ઉપદ્રવ જણાય ત્યારે
ઈયળ માટે - ઇમામેકટિન બેનજોએટ - 5 Sg @ 10 gm / પંપ અથવા કોરાજન @ 3 ml / પંપ વાપરવું.
થ્રિપ્સ માટે :- પ્રાથમિક નિયંત્રણ માટે - બ્લુ સ્ટીકી ટ્રેપ વાપરવા. વધુ ઉપદ્રવ હોઈ તો ફિપ્રોનીલ 5 % ec @ 10-12 ml/પંપ
★ મગફળી પીળી પડવાનો પ્રશ્ન હોઈ તો અમારો સંપર્ક કરો.
આ સીવાય પણ અન્ય જરૂરિયાત મુજબ દવાઓનો/ખાતરનો ઉપયોગ કરવો.
વધુ માહિતી માટે કૃષિ નિષ્ણાતની સલાહ લેવી.
મો :- 8734861173
અથવા લિંક પર મેસેજ કરો - https://wa.me/919723135955
*ઉપરની કોઈ દવાઓ આપને જોઈએ તો અમારી પાસેથી વ્યાજબી ભાવે મળશે*
માહિતી સારી લાગે તો બીજા અન્ય ખેડૂતોને જરૂરથી શેર કરજો..
ટીમ,
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો