ઉનાળુ ચોળીની વૈજ્ઞાનિક ખેતી
ઉનાળુ ચોળીની વૈજ્ઞાનિક ખેતી...
★ જમીન :- મધ્યમ કાળી થી રેતાળ , સારી ભેજવાળી , સારી નિતારશક્તિ વાળી, ફળદ્રુપ અને પાણી ભરાઈ ન રહેતું હોય તેવી.
★ વાતાવરણ :- ગરમ અને સૂકું , ફૂલ અવસ્થાએ વરસાદ એ હાનિકારક છે
★ વાવવાનો સમય :- 15 ફેબ્રુઆરી થી માર્ચ નું પેલું પખવાડિયું
★ વેરાયટી :- પુસા ફાલ્ગુની ચોળીઅ
અથવા અન્ય રિચર્ચ અને વધુ ઉત્પાદન આપતી જાત વાવેતર કરવા અમારો સંપર્ક કરો.
★ બિયારણનો દર :- 7.5 થી 8.5 kg / એકર
★ બીજ માવજત :- બીજના સારા ઊગવા માટે bijau @ 4 ગ્રામ / 1 કિલો બીજ
★ જમીન માવજત :– Root G @ 1 kg / 1 એકર - ઊગ્યા બાદ ઝડપી અને એકસમાન વિકાસ માટે, ખાતર નો વધુ વપરાશ કરાવવા માટે તેમજ વધુ ઉત્પાદન લેવા માટે
સાથે GNFC કીટ વાપરવી - ડોઝ @1 કીટ / 2 એકરમાં જમીન તૈયાર કરતી વખતે છાણીયા ખાતર સાથે મિક્સ કરીને જમીનમાં આપવી.
★ વાવેતર પદ્ધતિ :- ક્યારામાં ચાંચ પદ્ધતિથી ( 1 ક્યારામાં 3 કે 4 ચાંચ કરવા. – 18 થી 28 ની જાળીમાં વાવેતર કરી શકાય. )
★ ખાતર :-
{ 1 } પાયાનું ખાતર :- વ્યવસ્થિત ગળતીયુ છાણીયું ખાતર :- 4 થી 5 લારી 1 એકરે
DAP :- 20 kg / 1 એકર
પોટાશ :- જમીન ચકાસણી ના પરિણામને આધારે ભલામણ પ્રમાણે વાપરવું..
સલ્ફર :- 08 kg / એકર
Root G :- 1 kg / 1 એકર નાખવાથી ઉત્પાદનમાં 10 થી 20 % સુધીનો વધારો થઈ શકે છે.
ખાસ અગત્યની સૂચના :- વાવેતર સમયે યુરિયા અથવા નાઈટ્રોજન યુક્ત ખાતર આપવાની ભૂલ ન કરવી. તેમજ ઊગ્યા બાદ 45 દિવસ સુધી નાઈટ્રોજન યુક્ત ખાતર આપવા નહી. અન્યથા તમારો છોડ વેલે ચડી જશે.
- NPK બેક્ટેરિયા વાપરવાથી જમીનમાં રહેલા તત્વોનો ઉપાડ વધુ સારી રીતે થાય છે. ઉત્પાદનમાં 10 થી 15 % સુધીનો વધારો થાય છે. રાસાયણિક ખાતરમાં 30 % સુધીની બચત થાય છે.
★ પિયત :-
કોરવાણ:– વાવેતર બાદ તરત
બીજું પિયત :– વાવેતર બાદ ચોથા દિવસે
ત્રીજું પિયત :– વાવેતર બાદ 20 થી 25 દિવસે
ત્યાર બાદના બધા પિયત 8 થી 12 દિવસે જમીન અને વાતાવરણ પ્રમાણે સમજીને આપવા.
★ જીવાતો :- કાળો ગળો, સફેદ માખી, સીંગમાં કાણું પાડી ખાનાર ઈયળ
★ કાપણી :- સીંગો પાકી જાય અને પાન ખરવા માંડે ત્યારે, સીંગ પાકવાની અવસ્થા એ સવારના પહોરમાં કાપણી કરવી જેથી દાણા ખરતા અટકાવી શકાય.
★ પાકનો સમયગાળો :- 65 થી 70 દિવસ
★ ઉત્પાદન :- 7.5 થી 10 ક્વિન્ટલ / એકર ( સરેરાશ )
ઉનાળુ ચોળીની ખેતી વિશેની અન્ય કોઈ પણ માહિતી માટે આ લિંક પર ક્લીક કરીને અમને મેસેજ કરો. - ઉનાળુ પાકોના વધુ ઉત્પાદન આપતા, ઉચ્ચ ગુણાવવતા વાળા, ખાતરીબંધ બિયારણ મંગાવવા અમારો સંપર્ક કરો.
https://wa.me/918734861173?text=મેં+તમારા+ઉનાળુ+ચોળીનો+લેખ+વાંચ્યો.+મને+વધુ+માહિતી+આપજો.
ખેતી ને લગતી સાચી અને સચોટ માહિતી તમારા whatsapp માં મેળવો.
માહિતી મેળવવા માટે 8734861173 આ નંબરને તમારા ફોન માં GREENLAND AGRI CONSULTANCY અથવા
GREENLAND KHEDUTPUTR ના નામે સેવ કરો અને અમને msg મોકલો .
📩 Msg માં
ખેડૂતનું નામ
ગામ નું નામ
તાલુકો , જિલ્લો
જમીન ( વિઘામાં )
જમીનનો પ્રકાર
પિયત નો સોર્સ
પિયતની પદ્ધતી
પશુપાલન કરો છો કે નહીં
બાગાયત કરો છો તો કયા ફળ ઝાડ
ખેડૂતે મેળવેલ સિધ્ધિ અથવા પુરસ્કાર
અને મોકલી આપો અમારા whatsapp નંબર પર..
ખાસ નોંધ :- જે ખેડૂત ઈન્ટરનેટ ના વાપરતા હોય તે ફોન અથવા મિસકૉલ કરીને પણ માહિતી મેળવી શકે છે.
આ સંદેશ અન્ય ખેડૂતોમાં આગળ વધારો જેથી તે પણ વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી વધુ આવક મેળવી શકે.
જરૂર થી share કરો
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો