કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...
કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...
- પાયામાં ખાતર તરીખે વ્યવસ્થિત ગળતીયુ છાણીયુ ખાતર 4 ટ્રોલી પ્રતિ વીઘા લેખે આપવુ. ( જો કોઈ ખેડૂત પાસે છાણીયા ખાતરની સગવડતા ન હોઈ તો તેઓ પોતાની અનુકૂળતા પ્રમાણે લીલો પડવાસ પણ કરી શકે. )
- કપાસમાં 60 - 90 - 120 દિવસના સમય ગાળા દરમિયાન પોટેશિયમ સાયોનાઇટ ખાતર છોડ ઉપર છટકાવ કરવો.
- કૃષિ યુનિવર્સિટીમાં થયેલા અભ્યાસ પ્રમાણે કપાસના છોડને પોટાસ ખાતરની ખૂબ જ જરૂરિયાત હોઈ તો 40 દિવસ બાદ જ્યારે પિયત આપવાનું હોઈ ત્યારે 1 મૂકી ને 1 પિયત સાથે વિધે 5 kg મ્યુરેટ ઓફ પોટાશ ખાતર જમીનમાં પિયત સાથે આપવું.
- ખેતી ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા જૈવિક બેક્ટેરિયા NPK બેક્ટેરિયાને 1 વિઘામાં 500 ml પિયત સાથે આપવા.
- કપાસને લાલ થતો અટકાવવા તેમજ કપાસમાં સૂક્ષ્મ તત્વોની પૂરતી માટે આખી સિઝન દરમિયાન 3 વખત ગુજરાત ગ્રેડ 4 માઇક્રો ન્યુટ્રિએન્ટનો છંટકાવ કરવો.
- છોડ લાંબો સમય સુધી લીલો રહે અને વધુ ખોરાક બનાવે તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરવા માટે Root G છંટકાવ અને પિયતના માધ્યમથી આખી સિઝન દરમિયાન 2 સ્પ્રે અને 1 વખત જમીનમાં આપવાની ભલામણ છે.
આપના કપાસના ફોટો આપ અમારી ટીમના કૃષિ નિષ્ણાંતોને મોકલીને અન્ય પ્રશ્નોના સાચા અને સચોટ સમાધાન મેળવી શકો છો.
ખેતીની સાચી અને સચોટ માહિતી રોજ તમારા ફોનમાં મેળવવા 8734861173 પર અત્યારે જ મિસકોલ કરો.
ટીમ,
ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક
( ખેતીનું આધુનિક દવાખાનું... )
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો