જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના રબી સીઝન 2020-21 ના ચણા અને ઘઉંના બિયારણ વિતરણની મંજુર થયેલ ખેડૂતોની યાદી...


જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ 

નમસ્કાર ખેડુતમિત્રો,
     થોડા દિવસ પહેલા શિયાળુ સીઝનના બીજ ખરીદવા માટે ઘણા ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી કેટલા ખેડૂતોને એ બીજ મળવા પાત્ર છે એના નામની યાદી જાહેર થઈ ચૂકી છે. તમારું નામ આવ્યું કે નહીં એ જાણવા આ વાંચો...
       આથી સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના ખેડૂતોને આગામી રબી ૨૦૨૧-૨૨ ઋતુ માટે યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત ચણાની જી જે જી - 3 નંબર અને જી જી - 5 નંબર તેમજ ઘઉંની લોક 1, GW-463, GW-496, GW- 451 અને GW-366 બિયારણ વિતરણની ઓનલાઈન અરજીઓ તારીખ 15-10-2021 થી તારીખ 30-10-2021 સુધી મંગાવવામાં આવેલ હતી. તેમા અરજીઓ બિયારણના જથ્થા કરતા વધારે થયેલ તેથી કમ્પ્યુટર દ્વારા રેન્ડમાઇઝેશન ના આધારે યુનિવર્સીટી દ્વારા ઉપલબ્ધ બીજના જથ્થા પ્રમાણે લોકોના નામ રેન્ડમલી સિલેક્ટ કરેલ છે. રેન્ડમાઇઝેશન બાદ પાક અને જાતવાર મંજુર થયેલ ખેડૂતોની પ્રથમ યાદી ( ચણા GG-5 ની 1 થી 700, ચણા જીજેજી-3 ની 1 થી 700) ( હાલ ઘઉંમાં જેમનો નંબર લાગ્યો છે એ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. અમને માહિતી મળશે એટલે તરત જ આપને મોકળીશું. અમારી સાથે જોડવા અહીં ક્લિક કરો.--> https://t.me/greenland_agri_channel ) આ સાથે નીચે સામેલ કરેલ છે.  આ યાદી મુજબ ચણા અને ઘઉંના બીયારણ વિતરણ થયે જે તે ખેડૂતોએ ક્રમાનુસાર તેમના દ્વારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર sms થી તારીખોની જાણ કરવામાં આવશે અને તે મુજબ ખેડુતોએ તેમને ફાળવવામાં આવેલ તારીખોએ બીયારણ ખરીદી કરવા આવવાનું રહશે. ફાળવવામાં આવેલ તારીખે ખેડુત બીયારણ ખરીદવા નહીં આવે તો તેનો દાવો રદ ગણવામાં આવશે અને ત્યાર બાદ યાદી મુજબ ક્રમમાં આવતા અન્ય ખેડુતને તેનો લાભ મળશે. અરજી મંજુર થનાર ખેડુતોને જયારે તેમનો વારો આવે ત્યારે ઉપરોકત જાતોમાંથી તેમની માંગણી મુજબની જાતોનું પ્રમાણીત/ટુથફુલ બીયારણ સ્ટોકમાં હશે ત્યાં સુધી મળવા પાત્ર થશે. જો બીજનો જથ્થો વધશે તો જરૂર પડયે ખેડુતોને ઉપરોકત જાતોના વિતરણ માટે બીજી યાદી જાહેર કરવામાં આવશે.

શુ તમે ચણામાં બમ્પર ઉત્પાદન મેળવવા માંગો છો. આ રહી વધુ ઉત્પાદન આપતી નવી જાત. ( મર્યાદિત સ્ટોક વેલા તે પહેલાના ધોરણે વિતરણ ચાલુ ) ---> વધુ જાણવા ક્લિક કરો. ---> https://drive.google.com/file/d/1M6IUJ2TkgTZLlVhBc6vh1_L0wGtAbtgj/view?usp=drivesdk


યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બીયારણોનું વેચાણ મેગાસીડ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ ખાતેથી જ થશે. જે ખેડુતોની અરજી મંજુર થયેલ છે તેઓએ બીયારણ ખરીદી માટે જુનાગઢ આવવાનું રહેશે. ખેડુતોને ફાળવેલ તારીખે જ્યારે બીયારણ લેવા આવે ત્યારે ઓનલાઇન અરજી ની પોતાની સહી વાળી નકલ સાથે ૮-અ નો અસલ દાખલો (૬ મહીંનાથી જુનો ન હોવો જોઇએ), આધારકાર્ડની નકલ અને બેન્કની વિગતો માટે બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલો ચેક લાવવાનો રહશે. તેમજ ખેડુતો જયારે ચણા અને ઘઉંનું બીયારણ ખરીદી કરવા આવે ત્યારે હાલમા પ્રવર્તમાન કોવીડ- ૧૯ ના લીધે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શન અને સુચનાઓનો અમલ કરવાનો રહશે.

બિયારણ વિતરણનું સ્થળ:- મેગાસીડ કોમ્પ્લેક્સ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ

બિયારણ વિતરણનો સમય :- સવારે ૦૯:૦૦ થી ૧૨:૩૦ અને બપોરે ૦૩:૦૦ થી ૦૫:૩૦ કલાક

ચણા ના બિયારણ વિતરણ શરૂ થવાની તા.૧૧-૧૦-૨૦૨૧

ઘઉં ના બિયારણ વિતરણ શરૂ થવાની તા.૨૦-૧૦-૨૦૨૧.

ખાસ નોંધ :- જે ખેડૂતોએ ચણા અને ઘઉના યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણો ખરીદવા ઓનલાઈન અરજીઓ કરેલ હોય તેવા ખેડૂતોએ યુનિવસીર્ટીની વેબસાઈટ www.jau.in જોતા રહેવુ. જે ખેડૂતોને મેસેજ કરવામાં આવશે અને તારીખની ફાળવણી કરવામાં આવેલ હશે તે યાદી ખેડૂતો વેબસાઈટ પર પણ જોઈ શકશે. સંજોગો વસાત કોઈ ખેડૂતને મેસેજ ન મળે તો પણ જે તે તારીખની યાદીમાં ખેડૂતનું નામ હોઈ તો તેઓ બિયારણ લેવા આવી શકે છે.

નીચે આપેલી લિંક પરથી આપ જે જે ખેડૂતોની અરજી મંજુર થયેલ છે તે નામ ચેક કરી શકો છો. તેની અંદર આપ અરજી નંબર અથવા આપના નામ કે ગામના નામથી આપનો વારો આવ્યો છે કે નહીં તે ચેક કરી શકો છો.
https://drive.google.com/file/d/1Lwa6STfVG5M-mKJTcdldvDr-7XaQPGRh/view?usp=drivesdk

આભાર...

courtesy :- જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ

● આ પણ વાંચો. --->
જો યુનિવર્સિટી દ્વારા વિતરણ થતા બિયારણમાં તમારો વારો ના આવ્યો હોય અને તમે અમારી પાસેથી બિયારણ ખરીદવા કે સારા બિયારણની માહિતી મેળવવા માંગતા હોવ અથવા તમારી પાસે જે બિયારણ હોઈ તે વેચવા માંગતા હોવ તો આજે જ આ ફોર્મ ભરો. - https://forms.gle/iMPwZ3UBVdbDeDfp7

યુનિવર્સિટી દ્વારા જે બીજ વેચાણ થવાના છે એ બિયારણના ભાવ જાણવા અહીં ક્લિક કરો. --> https://drive.google.com/file/d/1MSn_CPX3dgjh0qpcjNB3QE9eS-xoYfFy/view?usp=drivesdk


આપ આ લેખ અન્ય ખેડૂતમિત્રો ને અત્યારેજ મોકલો જેથી તેઓ પણ માહિતી મેળવી શકે. 

ટિપ્પણીઓ

લોકપ્રિય લેખ

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...