આત્મનિર્ભર ખેડૂત

આત્મનિર્ભર નો સામાન્ય અર્થ તો પોતાના પગ પર ઉભા રહેવું એવો કહી શકાય . આજના સમયે ભારત દેશ એ યુવાઓનો દેશ અથવા તો યુવાન દેશ તરીકે જાણીતો છે. 2020 ના આ વર્ષમાં દરેક ભારતીયની સરેરાશ ઉમર 29 વર્ષ છે. જે દેશ પાસે આટલા યુવાન લોકો હોઈ તેને બીજા પર ખૂબ જ ઓછું નિર્ભર રહેવાની જરૂર પડે છે. ફક્ત જરૂર છે આ દરેક લોકોને તેની આવડત અને કુશળતાને આધારે કામ મળે. ટૂંકમાં કહીએ તો દેશના દરેક લોકો કોઈ ના કોઈ ક્ષેત્રે પ્રોડકટિવ (ઉત્પાદનવર્ધક) કામ કરતા હોવા જોઈએ. હવે દરેક લોકો ને કામ અપાવવા માટે નવા વ્યવસાયની અને નવી રોજગારીની તકો ઉભી કરવી પડે. હાલ જે જે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી કે સાધનો આપણે નથી બનાવી રહ્યાં અથવા બહારના દેશ પાસેથી મંગાવી રહ્યા છીએ એ આપણા ભારત દેશમાં જ ઉત્પાદન થાય તેવી વ્યવસ્થા કરવી પડે. ફક્ત ઉત્પાદન જ ન કરતા એ વસ્તુઓ ગુણવત્તા બાબતે પણ ઉતરોતર સારી અને સંશોધિત ટેક્નોલોજી કાર્યક્ષમ હોવી જોઈએ. દરેક વખતે સરકાર નોકરી આપે એવી આશા સાથે બેસી રહેવું એ આત્મનિર્ભરતા નથી. સરકાર તમને સહાય કરશે, સરકારી યોજનાનો તમને લાભ મળશે એવી ખોટી આશા પર બેસી રહેવા અને નોકરી ના હોવાના ખોટા બુમો બરાડા કરવા કરતા...