ફળાઉ ઝાડ શા માંટે વાવવા જોઈએ ?

સામાન્ય રીતે આપણે સૌ વિભિન્ન પ્રકાર ના ઝાડ પાન વાવિએ છીએ. જેમાં સપ્તપર્ણી, લીમડો, મલબારી લીંબડો, કરંજ, ગુલમ્હોર, પેલ્ટોફોરમ, રેઇન ટ્રી, આસોપાલવ, વગેરે જ હોય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આટ આટલા ઝાડ વાવ્યા છતાંય કેમ વિવિધ રંગબેરંગી પક્ષિઓ, પતંગિયાઓ ખિસ્કોલા વિગેરે દેખાતા નથી, આંગણે લીમડો હોવા છતાંય કેમ એમાં પોપટ, ખેરખટ્ટો, કંસારો, લક્કડખોદ, સુડો, કોયલ, બુલબુલ, ચીબરી, ઘૂકિયો વિગેરે (આમાંથી ઘણા નામ તો આપણા માંથી ઘણા લોકો એ સાંભળ્યા પણ નહી હોય) પક્ષીઓ દેખાતા કેમ નથી, ચણ નાખવા ના ચબુતરા કેમ ખાલી નથી થતા. આ બધું કાંઈ વર્ષો થયે લુપ્ત નથી થયું, બસ હમણાં થોડા ૧૫/૨૦ વર્ષોની જ વાત છે. આ બધાજ પ્રકાર ના પક્ષીઓ નો ખોરાક આપણા દ્વારા નાખવામાં આવતા જવાર /બાજરી/દાળ નથી, પણ કોઈક એવા વૃક્ષો ના ફળ, ફૂલ, ને એમાં થતી જીવાતો છે કે જેનો આપણે જાણતા/અજાણતા નાશ કરી દીધો. કોઈ એવા મોટા વૃક્ષોની અંદરની બખોલો જેનો સફાયો થયી ગયો. આપણા આંગણા ની પ્રકૃતિ પાછી જાગૃત કરવા ચાલો ફરીથી આપણે એવા વૃક્ષો નું વાવેતર કરીયે જેના થાકી આ બધા જીવો પાછા ફરે ને પ્રકૃતિ ને પાછી પેલા જેવી જીવંત બનાવે...