મલેરિયા અને ડેંગ્યુથી બચવા આટલું જરૂર કરો.

ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ ને લીધે અલગ અલગ જગ્યાઓમાં પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરનો ખૂબ ઉપદ્રવ વધી જાય છે ત્યારે નીચે મુજબની કાળજીઓ રાખીયે તો મલેરિયા અને ડેંગ્યુ જેવા રોગોથી સરળતાથી બચી શકાય છે. ● મેલેરિયા અને ડેન્ગ્યુથી બચવા મચ્છરનો ઉપદ્રવ થતો રોકો. ● તમારા આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાનું ટાળો. ● કૃપા કરીને પાણીની ટાંકી, પાણી ભરવાના વાસણ, પક્ષીને પાણી પાવાનું કુંડું, ફૂલ દાની, પ્લેટો વગેરે જેવી ચીજોમાં દર બીજા દિવસે પાણી બદલો. ● પાણીની મોટી ટાકી, પશુઓને પાણી પાવાની કુંડી વગેરે જેવી જગ્યા, જેમાં રોજ પાણી બદલવું શક્ય ના હોઈ તેવી વસ્તુને વ્યવસ્થિત ઢાકો. ● તમારા ઘરની આસપાસની બધી બિનજરૂરી વસ્તુઓ જેવી કે જૂના ટાયર, જુના વાસણો અને ખાલી કુંડા વગેરે જેમાં પાણી ભરાતું હોઈ તેને દૂર કરો અથવા પાણી ભરાતું રોકવા તેમને ઊંધા મૂકો. ● ઉંચી નીચી જગ્યામાં પાણીના ખાબોચિયાં ભરાઈ રહેતા હોઈ ત્યાં માટી પૂરીને પાણીનો નિકાલ કરો. ● જે ખાબોચિયામાંથી પાણી નિકાલ કરવું શક્ય ના હોઇ ત્યાં દરરોજ 2 થી 5 મિલી કેરોસીન અથવા નિમઓઇલ રેડી દેવું. ● સ...