મલેરિયા અને ડેંગ્યુથી બચવા આટલું જરૂર કરો.


ચોમાસાની ઋતુમાં વધુ વરસાદ ને લીધે  અલગ અલગ જગ્યાઓમાં પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરનો ખૂબ ઉપદ્રવ વધી જાય છે ત્યારે નીચે મુજબની કાળજીઓ રાખીયે તો મલેરિયા અને ડેંગ્યુ જેવા રોગોથી સરળતાથી બચી શકાય છે. 
મેલેરિયા અને ડેન્ગ્યુથી બચવા મચ્છરનો ઉપદ્રવ થતો રોકો.
●  તમારા આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાનું ટાળો.
●  કૃપા કરીને પાણીની ટાંકી, પાણી ભરવાના વાસણ, પક્ષીને પાણી પાવાનું કુંડું, ફૂલ દાની, પ્લેટો વગેરે જેવી ચીજોમાં દર બીજા દિવસે પાણી બદલો. 
● પાણીની મોટી ટાકી, પશુઓને પાણી પાવાની કુંડી વગેરે જેવી જગ્યા, જેમાં રોજ પાણી બદલવું શક્ય ના હોઈ તેવી વસ્તુને વ્યવસ્થિત ઢાકો.


● તમારા ઘરની આસપાસની બધી બિનજરૂરી વસ્તુઓ જેવી કે જૂના ટાયર, જુના વાસણો અને ખાલી કુંડા વગેરે જેમાં પાણી ભરાતું હોઈ તેને દૂર કરો અથવા પાણી ભરાતું રોકવા તેમને ઊંધા મૂકો.
● ઉંચી નીચી જગ્યામાં પાણીના ખાબોચિયાં ભરાઈ રહેતા હોઈ ત્યાં માટી પૂરીને પાણીનો નિકાલ કરો.
●  જે ખાબોચિયામાંથી પાણી નિકાલ કરવું શક્ય ના હોઇ ત્યાં દરરોજ 2 થી 5 મિલી કેરોસીન અથવા નિમઓઇલ રેડી દેવું.
●  સાંજના સમયે જ્યારે મચ્છરની હલન ચલન પ્રક્રિયા વધારે હોઈ ત્યારે લીમડાના પાનની ધૂમાડી કરવી.
●  પશુપાલન કરતા ખેડૂતોમિત્રો એ ઉકરડો ગામ થી દૂર એટલે કે માણસો રહેતા હોઈ ત્યાંથી દૂર કરવો. 
● ખેતરમાં કામ કરતી વખતે શરીરના દરેક અંગ ઢકાઈ જાય તેવા લાંબી બાહના કપડાં પહેરવા, શરીરના ખુલ્લા ભાગો જેવા કે હાથ, પગ અને ચહેરા પર લીંબોળીનું તેલ માલિશ કરવું. 
ઓમ હોસ્પિટલ - રાજકોટના ડો. ઉમેશ મેશિયા કહે છે કે "મેલેરિયા રોગ, માદા એનોફેલેસ મચ્છરના કરડવાથી થાય છે." તેથી સૂતી વખતે મચ્છરદાની, મચ્છર ભગાડવાની અગરબત્તી અથવા શરીર પર ટોપરાનું તેલ કે લીમડાના તેલનો  ઉપયોગ કરવો.
● શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા દિવસમાં તુલસીના 5 પાનનું સેવન કરો, આદુનો ટુકડો મોઢામાં રાખી શકાય તથા દરરોજ સાંજે સૂતી વખતે હળદર નાખેલા ગરમ દૂધનું સેવન કરવું. 
● તાવ કે અન્ય કોઈ લક્ષણ જણાય તો નજીકના ડોક્ટર કે આરોગ્ય કર્મચારીની સલાહ સૂચન લેવી.

આટલી કાળજી રાખશો તો મેલેરિયા અને મચ્છરથી બચી શકાય છે. આ લેખ આપને ઉપયોગી લાગ્યો હોઈ તો આપના અન્ય મિત્રો સાથે પણ જરૂર શેર કરજો. આપ આમાંનું ક્યુ પગલું લો છો એ કોમેન્ટ કરીને જણાવજો. 

આભાર... 

GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨‍🌾
 ખેડૂતોની સમૃદ્ધિના સાથી...

ટિપ્પણીઓ

લોકપ્રિય લેખ

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...