પોસ્ટ્સ

માર્ચ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વુમેન્સ in એગ્રીકલ્ચર...

છબી
       કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા વ્યવસાયોમાં મહિલાઓ આજે નોંધપાત્ર અને નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. ગ્રામીણ મહિલાઓ કૃષિ, પશુપાલન, બાગાયત તેમજ મત્સ્યપાલન ક્ષેત્રે ખૂબ યોગદાન આપી રહી છે તો બીજી તરફ કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરેલ મહિલાઓ કૃષિ અભ્યાસ, કૃષિ સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા કૃષિ ક્ષેત્રને આગળ લઈ જવા પોતાના જ્ઞાનને કામે લગાડ્યું છે. ભારતના અલગ અલગ વિસ્તારમાં મહિલાઓની કૃષિમાં ભાગીદારી પ્રદેશ થી પ્રદેશ અલગ અલગ છે. પરંતુ આ વિવિધતા ને ધ્યાનમાં લીધા વિના મહિલાઓ કૃષિ ક્ષેત્રમાં પોતાનું આગવું યોગદાન આપી રહી છે.              ભારત જેવા વિકાસશીલ દેશની અર્થવ્યવસ્થામાં કૃષિ ક્ષેત્ર ટોટલ જી.ડી.પી. નું 13 % આસપાસ યોગદાન આપે છે. તો સામે 55 % જેટલો રોજગાર પૂરો પાડે છે. આમાનો ઘણો બધો કૃષિ મજૂરો તરીકેનો ફાળો મહિલાઓનો છે. મહિલાઓના યોગદાનની વાત કરીયે તો 33 % મહિલાઓ ફાર્મ મજૂર તરીકે તો 48 % મહિલાઓ સ્વ-રોજગાર ખેડૂત મહિલાઓ તરીકે પોતાનું યોગદાન આપી રહી છે. ભારતમાં આજે જેટલી સ્ત્રીઓ આર્થિક રીતે સક્રિય કામ કરી રહી છે એમાંની 65 % કરતા વધ...