ગ્રો કવર ટેક્નિક: સારી કે ખરાબ, ખેડૂતનો જાત અનુભવ...

ગ્રો કવર ટેકનોલોજી.. નમસ્કાર ખેડૂતમિત્રો... દરેક ખેડૂતોએ મુસાફરી દરમિયાન ગ્રીનહાઇસ કે પોલીહાઉસ તો જોયા જ હશે પણ છેલ્લા એક બે વર્ષથી ક્યારેક ક્યારેક, કોઈક ગામમાં, કોઈક ખેતર પર પાક પર સફેદ ચાદરો ઓઢાડીને ખેતી કરતા દ્રશ્યો છુટા છવાયા જોવા મળે છે. ઘણા ખેડૂતોને ખૂબ જિજ્ઞાસા થતી હોઈ છે કે આ વળી શુ હશે ??? પણ કોઈ ને કોઇ કારણસર લોકો દૂર રોડ પરથી જ એ વસ્તુ ને જોયા જાણ્યા વગર નીકળી જતા હોય છે અને ખૂબ સારી ટેક્નોલીજીનું જ્ઞાન લેવાનું ચુકી જતા હોય છે પણ આજના આ લેખમાં આપણે આ ટેક્નોલોજીની વાત કરવાની છે . આ ટેક્નિકનું નામ છે - ગ્રો કવર ટેક્નિક. ગ્રો કવર ટેક્નિકની અંદર મુખ્યત્વે પાકને ખુબજ હલકા સફેદ કલરના હવા ઉજાસ કપડાથી ઢાંકીને એક પ્રકારે બોગદા બનાવીને તેની અંદર ખેતી કરવામાં આવે છે. આ ટેકનિકમાં ઉપયોગમાં આવતું કાપડ 17 થી લઈને 23 GSM નું હોઈ છે. જરૂરિયાત અને અલગ અલગ પાક અનુસાર તેનો ઉપયોગ થાય છે. ગ્રો કવર ટેક્નિક વાપરવાથી ખેડતને ઘણા બધા લાભ થાય છે. ★ ગ્રો કવર ટેક્નિકના લાભની વાત કરીએ તો... - ગ્રો ...