ગ્રો કવર ટેક્નિક: સારી કે ખરાબ, ખેડૂતનો જાત અનુભવ...
ગ્રો કવર ટેકનોલોજી..
નમસ્કાર ખેડૂતમિત્રો...
દરેક ખેડૂતોએ મુસાફરી દરમિયાન ગ્રીનહાઇસ કે પોલીહાઉસ તો જોયા જ હશે પણ છેલ્લા એક બે વર્ષથી ક્યારેક ક્યારેક, કોઈક ગામમાં, કોઈક ખેતર પર પાક પર સફેદ ચાદરો ઓઢાડીને ખેતી કરતા દ્રશ્યો છુટા છવાયા જોવા મળે છે. ઘણા ખેડૂતોને ખૂબ જિજ્ઞાસા થતી હોઈ છે કે આ વળી શુ હશે ??? પણ કોઈ ને કોઇ કારણસર લોકો દૂર રોડ પરથી જ એ વસ્તુ ને જોયા જાણ્યા વગર નીકળી જતા હોય છે અને ખૂબ સારી ટેક્નોલીજીનું જ્ઞાન લેવાનું ચુકી જતા હોય છે પણ આજના આ લેખમાં આપણે આ ટેક્નોલોજીની વાત કરવાની છે. આ ટેક્નિકનું નામ છે - ગ્રો કવર ટેક્નિક. ગ્રો કવર ટેક્નિકની અંદર મુખ્યત્વે પાકને ખુબજ હલકા સફેદ કલરના હવા ઉજાસ કપડાથી ઢાંકીને એક પ્રકારે બોગદા બનાવીને તેની અંદર ખેતી કરવામાં આવે છે. આ ટેકનિકમાં ઉપયોગમાં આવતું કાપડ 17 થી લઈને 23 GSM નું હોઈ છે. જરૂરિયાત અને અલગ અલગ પાક અનુસાર તેનો ઉપયોગ થાય છે. ગ્રો કવર ટેક્નિક વાપરવાથી ખેડતને ઘણા બધા લાભ થાય છે.
★ ગ્રો કવર ટેક્નિકના લાભની વાત કરીએ તો...
- ગ્રો કવર પાકને વૃદ્ધિ વિકાસ માટે વધુ સાનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવે છે.
- ગ્રો કવર પાકને પક્ષીઓ તેમજ જીવાતો સામે છોડને સુરક્ષા આપે છે. ( છેલ્લા વર્ષે સાબરકાંઠા - બનાસકાંઠા જીલ્લામાં થયેલા તિડના પ્રકોપ યાદ જ હશે આપ સૌ ને..)
- પાકમાં આવતી જીવાતના નિયંત્રણ માટે થતા દવાના ખર્ચને 60 થી 70 % સુધી ઘટાડી શકાય છે.
- ગ્રો કવર છોડને કરા ખરવા, બરફ વર્ષા, ભારે પવનના વાવાઝોડા કે ઝડપી ફૂંકાતા પવન સામે રક્ષણ આપે છે.
- ખૂબ ઓછા સમયમાં પાકમાં સારો એવો ગ્રોથ જોવા મળે છે.
- મીની ગ્રીનહાઉસ જેવી અસર આપતું હોવાથી ઓફ સીઝનમાં શાકભાજી કે પાક ઉગાડી શકાય છે.
- ઉત્પાદનમાં 20 થી 25 % સુધી વધારો કરે છે.
- ફળ ફૂલ કે શાકભાજીની દેખાવ તથા ગુણવત્તામાં વધારો કરે છે.
- નાની ઉડી શકતી જીવાતો થકી ફેલાતા વાયરસના રોગોને અટકાવવામાં મદદરૂપ થાય છે.
એક એકર જમીનમાં ખર્ચની વાત કરીએ તો અંદાજીત 12 હજારથી 15 હજાર આસપાસ ખર્ચ બેસે છે. એક એકરનો ખર્ચ વસ્તુની ગુણવત્તા, ગ્રો કવરની ઉપલબ્ધી અને પાકના વિસ્તારના આધારે થોડી ઘણી ઉપર નીચે થઈ શકે છે. આના પર સરકારશ્રીના બાગાયત વિભાગ દ્વારા 50 % સબસીડી પણ આપવામાં આવે છે. ખર્ચ સામે વધુ ફાયદા હોવાને લીધે ખેડૂતો આ ટેકનોલોજીને છૂટાં છવાયા ક્યાંક-અમુક વિસ્તારમાં આવકારી રહ્યા છે. હાલની તકે ગ્રો કવરનો ઉપયોગ ટેટી, તરબૂચ, સ્ટ્રોબેરી, મરચી, ગાજર, લેટયૂસ, પાલક, કોબી, ફુલાવર, ટામેટા તેમજ દાડમ, દ્રાક્ષ જેવા અન્ય ઘણા બધા પાકોના ઉત્પાદન માટે થઇ રહ્યો છે.
● તરબૂચના પાકમાં ગ્રો કવર પદ્ધતિના ઉપયોગનો ખેડૂતનો જાત અનુભવ....
2019-20 ના વર્ષ દરમિયાન જૂનાગઢ જીલ્લાના, મેંદરડા તાલુકાના, સમઢીયાળા ગામના પ્રગતિશીલ ખેડૂત - શ્રી ગીરીશભાઈ લક્ષમણભાઈ રાજાણી ( 9725416210 ) એ આ ગ્રો કવર ટેકનિકનો ઉપયોગ પોતાના ખેતરમાં 5.7 વીઘા તરબૂચના વાવેતર માટે કર્યો હતો.
( ફોટોમાં ગીરીશભાઈ રાજાણી, પોતાના ખેતરમાં ગ્રો કવર ટેક્નિકથી તરબૂચનું વાવેતર કરેલ છે. ફોટો વર્ષ - જાન્યુઆરી - 2021)
એજ જમીનમાં એક પ્રયોગના ભાગરૂપે તેમણે અડધા વિઘામાં એજ બિયારણ તેમજ એક સરખી માવજત દ્વારા સાઈડમાં અડધા વિઘામાં ગ્રો કવર વાપર્યા વગર ખુલ્લી જમીન પર તરબૂચનું વાવેતર પણ કર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર શરૂવાતના સમયમાં ઉગાવા બાદ ગ્રો કવરની અંદર છોડના વિકાસનો દર, ખૂલ્લામાં વાવેતર કરેલા તરબૂચ કરતા ડબલ હતો. ગ્રો કવરની અંદર છોડ ફટાફટ વિકાસ કરી રહ્યો હતો. ગ્રો કવરને તરબૂચના પાકમાં શરુવાતના 30 થી 40 દિવસ સુધી રાખવામાં આવે છે ત્યાર બાદ સફેદ કાપડને ખુલ્લું કરી નાખવાનું હોઈ છે. જો તેને વ્યવસ્થિત સંકેલીને રાખી દેવામાં આવે તો તેનો બીજી વાર ઉપયોગ પણ કરી શકાય છે. થોડો મજુરી ખર્ચ લાગે છે પણ સામે બીજી સીઝનમાં નવા કવરનો ખર્ચ બચી જાય છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું હતું કે તેમને 5.7 વિઘાના ગ્રો કવર પદ્ધતિ પાછળ સબસીડી બાદ કરતાં 15000 નો ખર્ચ થયો હતો. જે કાપડને તેવો આ વર્ષે તરબૂચના વાવેતર માટે ફરી ઉપયોગમાં લેવાના છે.
તેમના જણાવ્યા અનુસાર ગ્રો કવરમાં વાવેલા તરબૂચમાં ખૂબ ઓછી દવાના છટકાવ કરવાની જરૂર પડી હતી જ્યારે ખુલ્લામાં વાવેતર કરેલા તરબૂચમાં શરુવાતથી જ દવાના છંટકાવ ચાલુ રાખવા પડ્યા હતા. ઉત્પાદનની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગ્રો કવર ટેક્નિકની મદદથી ખુલ્લા ખેતરમાં તરબૂચ વાવેંતર કરતા 25 % જેટલો વધુ ઉતારો જોવા મળ્યો હતો તેમજ તરબૂચનું ફળ કદ અને વજનમાં વધારે હતું. પણ સ્વાદની દ્રષ્ટિએ ખુલ્લા ખેતરમાં થયેલા તરબૂચ વધુ સ્વાદિષ્ટ, ટેસ્ટમાં વધુ ગળ્યા હતા. પણ ગ્રો કવરથી ઉત્પાદિત થયેલા તરબૂચ સ્વાદમાં થોડા મોળા હતા. તેમના મત અનુસાર આ ટેક્નિક ખેડૂતો માટે ખૂબ લાભદાયક છે. પહેલાજ વર્ષમાં આનો ખર્ચ ઉભો થઇ જાય છે તથા વ્યવસ્થિત સાળ સંભાળ રાખવામાં આવે તો તે બીજા વર્ષે પણ કામ આવે છે.
સંપાદન :- ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર - જુનાગઢ
મો :- 87 34 861173
ખાસ આભાર :- ખેડુતશ્રી ગીરીશભાઈ લક્ષમણભાઈ રાજાણી (ગામ :- સમઢીયાળા)
- ખેતીની આવી નવી - નવી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.
- ઓછા ખર્ચે ખેતીની માહિતી અમારી પાસેથી મળશે.
- સૌરાષ્ટ્રની મુખ્ય માર્કેટિંગ યાર્ડના રોજે રોજના ભાવ મળશે.
- ઓર્ગેનિક ખેતીની સાચી અને સચોટ માહિતી મળશે.
---> નીચેની લિંક પર ક્લિક કરીને આજે જ અમારી સાથે જોડાવ.
https://wa.me/message/MVHZ7EIWR7I2D1
ટીમ
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો