શુ તમે જાણો છો ? ? ભારત દેશમાં કઠોળ પાકનું ઉત્પાદન કેમ ઓછું થાય છે. #GreenlandAgriConsultancy #cereals #Agriculture

કઠોળ એ ભારતીય લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. ભારત દેશને, અન્ય દેશો કરતા સૌથી વધારે કઠોળની જરૂરિયાત રહે છે. ભારત દેશ કઠોળ ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી મોખરે છે એ હકીકત છે પણ દેશમાં એટલું કઠોળ ઉત્પન્ન થતું નથી કે તે આખા દેશની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ થઈ શકે. તેથી ભારત દેશ અન્ય દેશો પાસેથી સૌથી વધુ કઠોળ આયાત કરીને, કઠોળ આયાતમાં પણ વિશ્વમાં પ્રથમ છે તેથી દેશનું બહુ મૂલ્ય હૂંડિયામણ વિદેશોમાં જાય છે એ મોટી વિડંબના છે. આ બહારથી આવતું કઠોળ દેશમાં ઉત્પાદન થયેલાં કઠોળ કરતા વધારે સસ્તું હોવાને લીધે ઘણી વખત વ્યાપાર કરતા લોકો બહારથી વધારે પડતું કઠોળ મંગાવીને દેશમાં ઉત્પાદિત થયેલા કઠોળના ભાવ ને પણ ઓછા કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી કઠોળ ચર્ચાનો વિષય બન્યો છે. નીતિનિયમો ઘડનાર અને ખાસ કરીને કઠોળમાં વધતા જતા ભાવ અને કઠોળની દેશમાં અછત એ ઓપોઝિશન પાર્ટી માટે એક વિરોધનો મુદ્દે બની ગયો છે. આના નિવારણ માટે સરકારે એક ખાસ કમિટી બનાવી છે. જેનું સંચાલન શ્રી અરવિંદ સુબ્રહ્મણીયમ કરી રહ્યા છે જેઓ મુખ્ય આર્થિક સલાહકાર છે. તેઓ દેશમાં કઠોળ ઉત્પાદન, વેચાણ અને વિતરણ વગેરેને સુધારવા વ...