શુ તમે જાણો છો ? ? ભારત દેશમાં કઠોળ પાકનું ઉત્પાદન કેમ ઓછું થાય છે. #GreenlandAgriConsultancy #cereals #Agriculture
કઠોળ એ ભારતીય લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. ભારત દેશને, અન્ય દેશો કરતા સૌથી વધારે કઠોળની જરૂરિયાત રહે છે. ભારત દેશ કઠોળ ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી મોખરે છે એ હકીકત છે પણ દેશમાં એટલું કઠોળ ઉત્પન્ન થતું નથી કે તે આખા દેશની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ થઈ શકે. તેથી ભારત દેશ અન્ય દેશો પાસેથી સૌથી વધુ કઠોળ આયાત કરીને, કઠોળ આયાતમાં પણ વિશ્વમાં પ્રથમ છે તેથી દેશનું બહુ મૂલ્ય હૂંડિયામણ વિદેશોમાં જાય છે એ મોટી વિડંબના છે. આ બહારથી આવતું કઠોળ દેશમાં ઉત્પાદન થયેલાં કઠોળ કરતા વધારે સસ્તું હોવાને લીધે ઘણી વખત વ્યાપાર કરતા લોકો બહારથી વધારે પડતું કઠોળ મંગાવીને દેશમાં ઉત્પાદિત થયેલા કઠોળના ભાવ ને પણ ઓછા કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી કઠોળ ચર્ચાનો વિષય બન્યો છે. નીતિનિયમો ઘડનાર અને ખાસ કરીને કઠોળમાં વધતા જતા ભાવ અને કઠોળની દેશમાં અછત એ ઓપોઝિશન પાર્ટી માટે એક વિરોધનો મુદ્દે બની ગયો છે. આના નિવારણ માટે સરકારે એક ખાસ કમિટી બનાવી છે. જેનું સંચાલન શ્રી અરવિંદ સુબ્રહ્મણીયમ કરી રહ્યા છે જેઓ મુખ્ય આર્થિક સલાહકાર છે. તેઓ દેશમાં કઠોળ ઉત્પાદન, વેચાણ અને વિતરણ વગેરેને સુધારવા વધારવા માટે અમલીકરણ અને નીતિનિયમો ઘડે છે. નોટબંધી પછીથી કઠોળના ભાવમાં ખૂબ ઘટાડો થયો છે એક બાજુ એટરેક્ટિવ પેકિંગમાં જ વસ્તુઓ ખરીદવાની ઢબ શહેરમાં રહેતી ગૃહિણીઓના બજેટ ખોરવી રહ્યું છે તો બીજી બાજુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. અસક્ષમ નીતિઓ અને અ-ટકાઉ પાક ઉત્પાદન પદ્ધતિ ભારત દેશને કૃષિ ક્ષેત્રમાં આગળ વધતું અટકાવી રહી છે.
તો ચાલો જાણીએ કઠોળ પાકના ઓછા ઉત્પાદન પાછળના કારણો..
(1) કૃષિ આબોહવાની અસર :- ભારતમાં વધારે પડતા વિસ્તારમાં કઠોળ પાકની ખેતી વરસાદ આધારિત થાય છે. પાકની પાણીની નિયમિત જરૂરિયાત પુરી ન થવાથી, ઉત્પાદન માં ધટ આવે છે. તો બીજી તરફ ભારતની આબોહવાની સ્થિતિ બારેમાસ કઠોળ ઉત્પાદન માટે ઓછી અનુકૂળ છે.
(2) કઠોળની ઉપલબ્ધ વેરાયટી ઓછી ઉત્પાદન આપે છે સામે વધુ ઉત્પાદન આપતી અને ઉતકૃસ્ટ કઠોળ વેરાયટીનો અભાવ છે.
(3) કઠોળની ઉપલબ્ધ વેરાયટી રોગ-જીવાત સામે લડી શકવા ઓછી સક્ષમ છે. તેથી કઠોળ પાકમાં રોગ જીવતના ઉપદ્રવ વધારે રહે છે અને ઉત્પાદન ઓછું આવે છે.
(4) કઠોળ ઉત્પાદન ટેક્નિકની માહિતી નો અભાવ અથવા ખેડૂતો સુધી માહિતી ના પહોંચી શકવી એ ઓછી ઉત્પાદનનું મુખ્ય કારણ છે.
(5) કૃષિ નિષ્ણાતો, ઉચ્ચતમ બિયારણ, ખાતર, જૈવિક દવાઓ, કૃષિ ઉત્પાદ, અદ્યતન ટેકનોલોજી, સ્ટોરેજ, ગોડાઉન અને ટ્રાન્સપોર્ટનો અભાવ.
(6) ખેડૂતો નબળી અને અફળદ્રુપ જમીનમાં કઠોળ પાકની ખેતી કરતા હોય છે માટે ઉત્પાદન મળતું નથી.
(7) ભારતીય જમીનમાં સૂક્ષ્મ તત્વોની ઉણપને લીધે કઠોળ પાકના ઉત્પાદનમાં ઘટાડો આવે છે.
આપ ને આ લેખ સારો લાગે તો અન્ય મિત્રો સાથે અત્યારેજ શેર કરો.
આપ વધુ માહિતી માટે નીચે આપેલી લિંક પરથી અમારી YouTube ચેનલની મુલાકાત પણ લઈ શકો છો.
આભાર...
ટીમ
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો