ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી જણસીની આવક અંગે ખુબજ અગત્યની જરૂરી સૂચના...

નમસ્કાર ખેડૂતમિત્રો, હવે માર્કેટ યાર્ડ ખુલવાનું હોવાથી જાણો કઈ જણસીની આવક ક્યારે અને કેટલા વાગે ચાલુ થાય છે. 👉 ધાણા આવક અંગે જાહેરાત ધાણા ની આવક તા:- ૩૦-૩ ને બુધવારના રોજ સવારના ૮ વાગ્યા થી બપોરના ૧૨ વાગ્યા સુધી ટોકન મુજબ શરૂ કરવામાં આવશે. ધાણાના વાહન માલિકોને ટોકન તારીખ ૨૯-૩ ને મંગળવારના રોજ રાત્રીના ૯ વાગ્યા થી ટોકન આપવાનું શરૂ કરવામાં આવશે. 👉 ચણાની આવક ચણા ની આવક તારીખ ૩૧ - ૩ ને ગુરુવારના રોજ સવારના ૬ વાગ્યાથી સવારના ૯ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે. 👉 મરચા ની આવક રજીસ્ટ્રેશન મુજબ મરચાની આવક તા:- ૩૦ - ૩ ને બુધવારના રોજ બપોરના ૨ વાગ્યાથી રજીસ્ટ્રેશન મુજબ શરૂ કરવામાં આવશે. 👉 અન્ય તમામ જણસી જેવી કે મગફળી, લાલ ડુંગળી, સફેદ ડુંગળી, તલી, કઠોળ, લસણ, કપાસ ભારી, કપાસ પાલ, જીરુ, એરંડા તેમજ ઘઉંના પાલ આ તમામ જણસી ની આવક તા:- ૩૧-૩ ને ગુરૂવાર બપોરના ૨ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય ખેડૂતો સાથે શેર કરજો. આપ આ રીતે રોજે રોજના યાર્ડના ભાવ અને આવક વિશેની જરૂરી માહિતી મેળવવા માંગતા હોવ તો, નીચેની લિંક પર ક્લિક કરી...