પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શુ તમે મોંઘી મોંઘી દવાઓ છાંટો છો ? ? તેમ છતાં રિઝલ્ટ નથી મળતું.

છબી
શુ તમે મોંઘી મોંઘી દવાઓ છાંટો છો ? ? તેમ છતાં રિઝલ્ટ નથી મળતું. મુંજાવાની જરૂર નથી. દવાઓના સર્વશ્રેષ્ઠ ઉપયોગ માટે આટલી કાળજી ખાસ રાખો. (1) દવા છંટકાવ કરતા પહેલા એ ખાસ સુનિચિત કરો કે એ દવા તમારા પાકમાં આવેલા રોગ અથવા જીવાત માટે જ બનાવવામાં આવી છે ને, દવાની ખોટી પસંદગી ક્યારેય સાચા રિઝલ્ટ આપી શકતી નથી. (2) દવાની પસંદગી કરતા પહેલા રોગ / જીવાત અથવા તત્વોની ખામીનું યોગ્ય નિદાન કરવું જરૂરી છે. સારા કૃષિ નિષ્ણાંતની મદદ લઈને યોગ્ય નિદાન બાદજ દવાની પસંદગી કરો.  તમારા પાકનું નિદાન કરવા આ લિંક પર ક્લિક કરી તમે ફોટો મોકલી શકો છો. https://wa.me/message/MVHZ7EIWR7I2D1 (3) દવાની પસંદગી બાદ એનું યોગ્ય પ્રમાણ જાળવવાનો આગ્રહ રાખો. (ઓછી માત્રામાં દવા છંટકાવથી રિઝલ્ટ ઓછું આવે છે જ્યારે વધારે માત્રામાં દવા છંટકાવ કરવાથી છોડ પર વિપરીત અસર થાય છે તેમજ લાંબા સમયે એ ટેક્નિકલ સામે રોગ / જીવાતમાં રજીસટેન્સ ડેવલોપ થાય છે. માટે દવાની માત્રા યોગ્ય પ્રમાણમાં જાળવી રાખો.) (4) દવા છંટકાવ કરતા પહેલા અને દવા છંટકાવ કર્યા બાદ તરતજ પંપને તાજા સ્વચ્છ પાણીથી વ્યસ્થિત રીતે સાફ કરવો. (5) દવા છંટકાવ કરવા...