શુ તમે મોંઘી મોંઘી દવાઓ છાંટો છો ? ? તેમ છતાં રિઝલ્ટ નથી મળતું.
શુ તમે મોંઘી મોંઘી દવાઓ છાંટો છો ? ? તેમ છતાં રિઝલ્ટ નથી મળતું.
મુંજાવાની જરૂર નથી.
દવાઓના સર્વશ્રેષ્ઠ ઉપયોગ માટે આટલી કાળજી ખાસ રાખો.
(1) દવા છંટકાવ કરતા પહેલા એ ખાસ સુનિચિત કરો કે એ દવા તમારા પાકમાં આવેલા રોગ અથવા જીવાત માટે જ બનાવવામાં આવી છે ને, દવાની ખોટી પસંદગી ક્યારેય સાચા રિઝલ્ટ આપી શકતી નથી.
(2) દવાની પસંદગી કરતા પહેલા રોગ / જીવાત અથવા તત્વોની ખામીનું યોગ્ય નિદાન કરવું જરૂરી છે. સારા કૃષિ નિષ્ણાંતની મદદ લઈને યોગ્ય નિદાન બાદજ દવાની પસંદગી કરો. તમારા પાકનું નિદાન કરવા આ લિંક પર ક્લિક કરી તમે ફોટો મોકલી શકો છો. https://wa.me/message/MVHZ7EIWR7I2D1
(3) દવાની પસંદગી બાદ એનું યોગ્ય પ્રમાણ જાળવવાનો આગ્રહ રાખો. (ઓછી માત્રામાં દવા છંટકાવથી રિઝલ્ટ ઓછું આવે છે જ્યારે વધારે માત્રામાં દવા છંટકાવ કરવાથી છોડ પર વિપરીત અસર થાય છે તેમજ લાંબા સમયે એ ટેક્નિકલ સામે રોગ / જીવાતમાં રજીસટેન્સ ડેવલોપ થાય છે. માટે દવાની માત્રા યોગ્ય પ્રમાણમાં જાળવી રાખો.)
(4) દવા છંટકાવ કરતા પહેલા અને દવા છંટકાવ કર્યા બાદ તરતજ પંપને તાજા સ્વચ્છ પાણીથી વ્યસ્થિત રીતે સાફ કરવો.
(5) દવા છંટકાવ કરવામાં વાપરવામાં આવતું પાણી તાજું અને સ્વચ્છ હોવું જોઈએ એની કાળજી રાખવી. દવા છંટકાવ કરવામાં સેવાળ વાળું પાણી ક્યારેય વાપરવું જોઈએ નહીં.
(6) દવા સાથે આવતા કાગળમાં લખેલી વિગતો ધ્યાનથી વાંચી, એને સમજી એને અમલમાં મુકો.
(7) દવા છંટકાવ સમયે ટેક્નિકલ ભલે ઓછું જાય પણ પાણીની માત્રા વધુ પ્રમાણમાં જાય એનું ખાસ ધ્યાન રાખો. ( દા. તરીકે મોટા કપાસમાં 16 ગુઠાના એક વિઘામાં ઓછામાં ઓછું 50 થી 60 લીટર પાણી જાય એ રીતે આયોજન કરો. )
(8) એક પંપમાં ક્યારેય પણ 3 કરતા વધારે દવાઓ એક સાથે ન ભેળવો.
(9) દવાઓના દ્રાવણ (રગડો) બનાવતી વખતે એક ડોલ / વાસણમાં એક જ દવા નું એની માત્રા અનુસાર દ્રાવણ બનાવો. (ઉદાહરણ :- જો તમારે 3 દવાઓનો છંટકાવ કરવાનો હોય તો ટોટલ 3 ડોલ લઈને તેમાં એના માપ અનુસાર પાણી અને દવા અલગ અલગ બનાવવી જોઈએ. ઘણા ખેડૂતો એક જ ડોલમાં બધી દવાઓનો રગડો સાથે બનાવે છે. આવું કરવાથી કેમિકલ એક બીજા સાથે રેએકશન કરી શકે છે અને દવાઓના પરિણામ ન મળવાની સંભાવનાઓ વધી જાય છે.)
(10) દવાને પંપમાં ભેળવવાની પણ એક ખાસ રીત છે એની વાત કરીએ તો પ્રથમ પંપમાં થોડું પાણી નાખી, તેમાં પ્રથમ દવા ઉમેરી ત્યાર બાદ થોડું અન્ય પાણી નાખી બીજી દવા ઉમેરી પછી પંપ આખો ભરીને છેલ્લી દવા નાખવી. આવી રીતે દવાઓ એક બીજાના સીધા સંપર્કમાં આવવાની શક્યતાઓ ઘણા અંશે ઘટી જાય છે અને યોગ્ય રિઝલ્ટ મળે છે.
(11) જે દવાઓ એક બીજા સાથે સુસંગત ન હોઈ એટલે કે છંટકાવ કરી શકાતી ન હોઈ તેવી દવાઓને ક્યારેય એક બીજા સાથે ભેળવવી નહિ. દવાની સુસંગતા વિશે વધુ માહિતી માટે કૃષિ નિષ્ણાંતની સલાહ લેવી. https://wa.me/message/MVHZ7EIWR7I2D1
(12) દવાઓના છંટકાવ સમયે છોડ વ્યવસ્થિત રીતે આખો ભીંજાય તેવી રીતે છંટકાવ કરવો.
(13) કપાસ, દિવેલા કે મોટા પાંદ વાળા છોડ પર ચૂસીયા જીવાતના ઉપદ્રવને રોકવા માટે જ્યારે દવા છંટકાવ કરવાની હોય ત્યારે દવાનો ફુવારો પાંદની નીચેની તરફ થાય એવી રીતે દવાનો છંટકાવ કરવો.
(14) વરસાદ, વધુ ભેજ કે વધુ તડકો એવી કન્ડિશનમાં યોગ્ય માત્રામાં સ્ટીકરનો ઉપયોગ કરવાથી દવાની અસરકારકતા વધે છે.
(15) રોગ / જીવતા કે નિંદામણ નાશક દવા જે પ્રકારની નોઝલનો ઉપયોગ કરીને વપરાતી હોઈ તેવી નોઝલ વાપરવાનો આગ્રહ રાખો. (જેમ કે નિંદામણ નાશક દવા છટકાવ કરતી વખતે ફ્લેટ ફેન નોઝલનો ઉપયોગ કરવામાં આવે તો રીઝલ્ટ વધુ સારા મળે છે.)
(16) ઘણી વખત વધારે પવન હોઈ ત્યારે છોડ પર દવા ન જતી હોય તો એ સમયે દવા છંટકાવ કરવાનું ટાળો.
(17) માનવ શરીરને કેમિકલ કે ઝેરથી બચાવવા સ્પ્રે કરતી વખતે માથા પર ટોપી, આંખ પર આખા ચશ્માં, મોઠા પર માસ્ક, આખું શરીર ઢંકાઈ એવા કપડાં, હાથમાં પ્લાસ્ટિકના મોજા, પગમાં ગમ બૂટ જરૂરથી પહેરો.
(18) દવા છટકાવ સમયે બાળકોથી દૂર રહો, કોઈ પણ પ્રકારનું વ્યસન, માવો, સિગરેટ બીડી કે ભોજન આરોગવું નહિ.
જો આપને અમારી માહિતી સારી લાગી હોઈ તો અન્ય ખેડૂતો સાથે શેર કરો અને અમારી સાથે જોડાવા માંગતા હોવ તો આજેજ અમારો સંપર્ક કરો.
નીચે આપેલી લિંક પર મેસેજ કરશોજી. 👇 👇 👇
https://wa.me/message/MVHZ7EIWR7I2D1
અમારી સેવાઓ
☘ ખેતીને લગતી કોઈપણ માહિતી...
🌽 ખેતીપાકો,બાગાયતી પાકોની માહિતી....
⛩️ માર્કટિંગ યાર્ડના રોજે રોજના ભાવ....
🐂 ગાય આધારિત સજીવ ખેતી ની માહિતી...
🛠 ખેતીમાં ઓછા ખર્ચે, વધુ નફો મેળવવાની માહિતી...
👉 દવા, ખાતર, વધુ ઉત્પાદન આપતી નવી વેરાયટીનું વ્યાજબી ભાવે વેચાણ કરીએ છીએ...
મેસેજમાં આપનું નામ, ગામ, તાલુકો અને જે માહિતી જોઈતી હોઈ એ ખાસ લખવા વિનંતી...
અમારો નંબર સેવ કરવાથી તમને ખેતીની રોજે રોજની માહિતી મળશે...
ટીમ,
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો