પોસ્ટ્સ

ઑક્ટોબર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

છબી
નમસ્કાર ખેડૂતમિત્રો...        આજની કૃષિ ચર્ચામાં આપણે વાત કરીશું શિયાળુ પાકના વાવેતર પહેલા શુ શુ કાળજી રાખી શકાય તથા શિયાળુ પાક વાવેતર સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓની. આ વર્ષે ખૂબ વરસાદ થવાથી ઘણા વિસ્તારમાં ખૂબ નુકશાન થયેલ છે. ઘણા વિસ્તારમાં ખેડુતોને ઘણી નુકશાની વેઠવી પડેલ છે. ખેતી એ વાતાવરણ આધારિત છે તેથી વાતાવરણમાં થતા ફેરફારની પાક પર સારી નરસી અસર ઓછા વત્તા જોવા મળે છે. બીજના ઉગાવાથી લઈને નવા બીજના બનવા સુધીની સફરમાં જો તેને સમયે સમયે જરૂર મુજબની હવા, પાણી, સૂર્યપ્રકાશ અને જરૂરી તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે તો ઉત્પાદન ધાર્યા કરતાં ઘણું સારું આવે છે. શિયાળી પાકના લગભગ બધાજ બીજને ઉગવા માટે 22 થી 27 ℃ વચ્ચે તાપમાનની જરૂર પડે છે . આપણા માથી લગભગ ઘણા લોકો આ વસ્તુ જાણે છે પણ ઘણા ખેડૂતો ઉતાવળું વાવેતર કરવાની હોડમાં આગોતરું વાવેતર કરી દે છે હાલ એટલે કે તારીખ 08/10/2020 ના રોજ વાતાવરણ ખૂબ ગરમી વાળું છે. ઘણા ખેડૂતો આજની તારીખમાં વાવેતર માટે ની સલાહ કે બિયારણ માટે ફોન કરતા હોય છે. અમે સમજાવીએ છીએ કે અત્યારે વાવેતર ના કરવું જોઈએ તેમ છતાં લોકો અત્યારે વાવેતર કરે છ...

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના રબી સીઝન 2020-21 ના ચણા અને ઘઉંના બિયારણ વિતરણની મંજુર થયેલ ખેડૂતોની યાદી...

છબી
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી - જૂનાગઢ  નમસ્કાર ખેડુતમિત્રો,      થોડા દિવસ પહેલા શિયાળુ સીઝનના બીજ ખરીદવા માટે ઘણા ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા. તેમાંથી કેટલા ખેડૂતોને એ બીજ મળવા પાત્ર છે એના નામની યાદી જાહેર થઈ ચૂકી છે. તમારું નામ આવ્યું કે નહીં એ જાણવા આ વાંચો...        આથી સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના ખેડૂતોને આગામી રબી ૨૦૨૧-૨૨ ઋતુ માટે યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત ચણાની જી જે જી - 3 નંબર અને જી જી - 5 નંબર તેમજ ઘઉંની લોક 1, GW-463, GW-496, GW- 451 અને GW-366 બિયારણ વિતરણની ઓનલાઈન અરજીઓ તારીખ 15-10-2021 થી તારીખ 30-10-2021 સુધી મંગાવવામાં આવેલ હતી. તેમા અરજીઓ બિયારણના જથ્થા કરતા વધારે થયેલ તેથી કમ્પ્યુટર દ્વારા રેન્ડમાઇઝેશન ના આધારે યુનિવર્સીટી દ્વારા ઉપલબ્ધ બીજના જથ્થા પ્રમાણે લોકોના નામ રેન્ડમલી સિલેક્ટ કરેલ છે. રેન્ડમાઇઝેશન બાદ પાક અને જાતવાર મંજુર થયેલ ખેડૂતોની પ્રથમ યાદી ( ચણા GG-5 ની 1 થી 700, ચણા જીજેજી-3 ની 1 થી 700) ( હાલ ઘઉંમાં જેમનો નંબર લાગ્યો છે એ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું નથી. અમને માહિતી મળશે એટલે તરત જ આપને મોક...