જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની અરજીની માહિતી..

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણના વિતરણ બાબતે :- ખેડૂતો ચણા-ઘઉંના બિયારણ માટે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. દર વર્ષની જેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પણ રવી સીઝન 2020 - 2 2ની ઋતુમાં વાવેતર માટે વિવિધ બિયારણનું વિતરણ થવાનું છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણનો લાભ લેવા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર શિયાળુ ઋતુના પાકોના બિયારણમાં હાલ મુખ્યત્વે ચણા અને ઘઉંના બિયારણનું વેચાણ થવાનું છે. જે પૈકી- ચણાની GJG-3 (ગુજરાત જુનાગઢ ચણા -3 નંબર) અને GG-5 (ગુજરાત ચણા - 5 નંબર) ( એક બેગમાં ભરતી - 25 kg રહેશે .) ગુજરાત જૂનાગઢ ચણા 3 નંબરનો છોડ, બિયારણ અને તેની ખાસિયતો... તથા ઘઉંની LOK-1, GW-496 અને GW-451 જાતોના પ્રમાણિત/ટ્રુથફુલ બિયારણની ફાળવણી કરવામાં આવશે.( એક બેગમાં ભરતી 40 kg રહેશે .) ખેડૂતોએ બિયારણ મેળવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ જે આગળ લેખમાં આપેલ છે એના પર ઓનલાઈન નોંધણી કર...