જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણની અરજીની માહિતી..
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણના વિતરણ બાબતે :- ખેડૂતો ચણા-ઘઉંના બિયારણ માટે ઓનલાઇન નોંધણી કરાવી શકશે.
દર વર્ષની જેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પણ રવી સીઝન 2020 - 22ની ઋતુમાં વાવેતર માટે વિવિધ બિયારણનું વિતરણ થવાનું છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણનો લાભ લેવા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શિયાળુ ઋતુના પાકોના બિયારણમાં હાલ મુખ્યત્વે ચણા અને ઘઉંના બિયારણનું વેચાણ થવાનું છે. જે પૈકી- ચણાની GJG-3 (ગુજરાત જુનાગઢ ચણા -3 નંબર) અને GG-5 (ગુજરાત ચણા - 5 નંબર) ( એક બેગમાં ભરતી - 25 kg રહેશે.)
ગુજરાત જૂનાગઢ ચણા 3 નંબરનો છોડ, બિયારણ અને તેની ખાસિયતો...
તથા ઘઉંની LOK-1, GW-496 અને GW-451 જાતોના પ્રમાણિત/ટ્રુથફુલ બિયારણની ફાળવણી કરવામાં આવશે.( એક બેગમાં ભરતી 40 kg રહેશે.) ખેડૂતોએ બિયારણ મેળવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ જે આગળ લેખમાં આપેલ છે એના પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.
આ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઘઉંમાં ઉપલબ્ધ જાતો જેવીકે જી. ડબલ્યુ.-૩૬૬ અને જી. જે. ડબલ્યુ.-૪૬૩ બિયારણ વેચાણ શરૂ થયે વહેલા તે પહેલા ના ધોરણે જથ્થો ઉપલબ્ધ હશે ત્યાં સુધી બે હેક્ટરની મર્યાદામાં વિતરણ કરવામાં આવશે એની ખેડૂતોએ નોંધ લેવા જણાવવામાં આવે છે. તેમજ આ બે જાતોની ખરીદી માટે જરૂરી પુરાવા ઉપરોક્ત દર્શાવ્યા મુજબના સાથે લાવવાના રહેશે.
નોંધણી કરાવવાની તારીખ :- તા. 15 થી 25 સપ્ટેમ્બર , 2021 સુધી...
નોંધણી કરાવવા માટેની વેબસાઈટ :- www.jau.in
★ નોંધણી કરાવતા પહેલા આ નિયમો અને સરતો ખાસ વાંચો...
- નોંધણી કરાવવાની તારીખ/સમય મર્યાદામાં જ નોંધણી કરાવી લેવાની રહેશે.. ત્યાર બાદ નોંધણી થશે નહીં..
- આ અંતર્ગત ખેડૂતોએ બંને પાકમાંથી કોઈપણ એક પાકનું એક જ જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી.
- જે ખેડૂતોની અરજી મંજુર થશે, તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે.
- બિયારણનો જથ્થો હશે ત્યાં સુધી ખેડૂતોએ કરેલ અરજીદીઠ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પાંચ બેગ સુધી બિયારણ મળવાપાત્ર થશે.
- ઉદાહરણ તરીકે સમજીયે તો બટુકભાઈ પાસે 25 વીઘા જમીન છે એટલે કે અંદાજીત 4 હેક્ટર જમીન થાય પણ નિયમ પ્રમાણે એમને 2 હેક્ટર માટે જ બિયારણ મળવા પાત્ર રહેશે.
- અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓ એ અરજી કરતા પહેલાજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ પર આપેલ ઓનલાઈન નોંધણીની શરતોનો અભ્યાસ કરી લેવો.
- વધુ વિગતો જાણવા માટે www.jau.in વેબસાઈટ તપાસવી અથવા નીચે આપેલ વિગતોનો સંપર્ક કરી શકો છો...
સરનામું:- બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, (મેગાસીડ)
બાગાયતી કોલેજની બાજુમાં, કૃષિ મહાવિદ્યાલય,
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ.
ટેલિફોન :- 0285 2672080 - 90
● જે ખેડૂતોની અરજી મંજુર થશે તેમને આ ઉપરના સરનામેજ બિયારણ મળશે.
★ બિયારણના ભાવ શુ રહેશે ?? અને ફોર્મ કઈ રીતે ભરવું એ માટે આ વિગતો ખાસ વાંચો...
આ ઉપર ના લેખમાં ક્યાંય બિયારણના ભાવ વિશે વાત કરવામાં આવી નથી. દર વર્ષે કૃષિ યુનિવર્સિટી દ્વારા ઉત્પાદિત બિયારણ પર કૃષિ યુનિવર્સિટી ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સબસીડી પણ આપે છે. આ વર્ષે યુનિવર્સિટી દ્વારા હાલ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પણ આગામી ટુક સમયમાં જ બિયારણના ભાવ અને સબસીડી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અમારી સાથે જે ખેડૂતો જોડાયેલા છે એમને અમે બિયારણના ભાવ અને જે જે લોકોના નામ જાહેર થાય એ લિસ્ટ મોકલીએ છીએ. આપ અમારી સાથે જોડાઈને માહિતી મેળવી શકો છો.
ઓનલાઈન ફોર્મ કઇ રીતે ભરવું એના સંદર્ભમાં આપ નીચેની લિંક પર ક્લિક કરીને વીડિયો જોઈ શકો છો. આ વીડિયોમાં આપને બિયારણ ખરીદી માટે ઓનલાઈન આવેદન કઈ રીતે કરી શકાય એ જાણવા મળશે. વીડિયો જૂનો છે પણ આ વીડિયોમાં જે રીત આપેલ છે એજ રીતે આપ શિયાળુ પાકોના બિયારણ માટે પણ આવેદન કરી શકો છો.
ખેડૂતમિત્રો આપ સૌ માટે એક ખુશ ખબરી છે કે આપ બિયારણના ભાવ જાણવા માંગતા હોવ તો આપ નીચની લિંક પર ક્લિક કરીને whatsappમાં તમારું નામ, ગામ, તાલુકો, જીલ્લો તથા યુનિવર્સિટીના બિયારણના ભાવ જ્યારે આવે ત્યારે અમને જાણ કરજો એવું લખીને મોકલી શકો છો.
આ સિવાય આપ આ whatsapp લિંક પર મેસેજ કરીને ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો અને આપ ખેતીની સાચી અને સચોટ માહિતી પણ મેળવી શકો છો.
તો રાહ શેની જોવો છો અત્યારે જ આ લિંક પર તમારી વિગતો મોકલો અને ખેતીની માહિતી મેળવો.
https://wa.me/message/MVHZ7EIWR7I2D1
જો આપને આ માહિતી સારી લાગી હોય તો આ લેખ અન્ય ખેડૂતો સુધી પહોંચાડો અને અન્ય ખેડૂતોને પણ મદદ કરો.
આપના આભારી...
ટીમ
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો