World Coconut Day : આજે વિશ્વ નારિયેળી દિવસ છે. દર વર્ષે 2 સપ્ટેમ્બર ના રોજ વિશ્વ નારિયેળી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો મહિમા નારિયેળ ના ફાયદા અને તેની અંદર રહેલી વિશેષતાનું મહત્વ સમજાવવાનો છે. વિશ્વ નારિયેળ દિવસ એ 2009 ના વર્ષથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ એશિયન અને પેસિફિક કોકોનટ કમ્યુનિટી દ્વારા ઉજવવામાં આવે છે. આ એસીપીસી કમિટીમાં વિશ્વ સ્તરે 18 દેશો જોડાયેલા છે. એમાંનો એક દેશ ભારત પણ છે. એપીસીસી એ એશિયા-પેસિફિકના રાજ્યોની આંતર-સરકારી સંસ્થા છે. એપીસીસીનો હેતુ "નાળિયેર ઉદ્યોગની તમામ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન, યોગ્ય સહકાર અને સુમેળ આપવાનો છે".
એપીસીસી નું મુખ્ય મથક ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આવેલું છે.
નારિયેળી દિવસ ઉજવવા પાછળનો એક હેતુ લોકો ને એ સમજાવવાનો છે કે નારિયેળી ગરીબી દૂર કરવામાં ખૂબ મોટો ભાગ ભજવી શકે તેમ છે.
નારિયેળીના ઝાડ અને નારિયેળના ખૂબ ફાયદા છે. નારિયેળીના ઝાડનો દરેક ભાગ ખૂબ જ ઉપયોગી છે તેથી તેને કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે.
નારિયેળીના ફાયદા ની વાત કરીયે તો...
(1) નારિયેળી આપણને ત્રોફા આપે છે. જેનું પાણી વિટામીન્સ, મિનરલ અને પ્રોટીનથી ભરપૂર હોઈ છે. તેની અંદર ભરપુર માત્રામાં એનર્જી હોઈ છે.
(2) નારિયેળી માંથી આપણે શ્રી ફળ અને ટોપરું મળે છે. ભારતીય જીવનશેલીમાં શ્રીફળનો ધાર્મિક કામ માં ઉપયોગ થાય છે.
(3) નારિયેળના સૂકા ટોપરા માંથી તેલ નીકળે છે જે ખાવામાં અને કોસમેટિક ઇન્ડસ્ટ્રીમાં ખૂબ વપરાઈ છે.
(4) શ્રી ફળના ઉપયોગ બાદ તેમાંથી બચતો કઠણ ભાગ કાચલી મળે છે તેનો કુંડા તરીકે, કપ તરીકે તથા સજાવટમાં / સુશોભનમાં ઉપયોગ થાય છે.
(5) શ્રી ફળના ઉપરના છાલોતરામાં 30% રેશા હોઈ છે તે દોરી - દોરડા અને રસ્સી બનાવવવામાં ઉપયોગી થાય છે. ઉદ્યોગિક છેત્રે આ રેશાઓનો ઉપયોગ છટાઈ, ગાદલા અને ઓશિકા ભરવામાં તથા પેકેજીંગ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટા પાયે થાય છે.
(6) શ્રી ફળના છાલોતરા ઉતારતી વખતે બનતો ઝીણો ભુક્કો કોકોપીટ તરીકે ઓળખાય છે. કોકોપીટ પોતાના વજન કરતા કેટલાયે ગણું વધારે પાણી પકડી રાખે છે તેથી તેનો નર્સરી ઉદ્યોગ અને ગ્રીનહાઉસ તથા કિંમતી પાકોની ખેતીમાં ઉપયોગ થાય છે.
(7) નારિયેળીના પાંદ દેખાવમાં ખૂબ સરસ હોઈ છે. પાંદડાઓનું અલગ અલગ પ્રકારનું ગુથણ કામ કરીને તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે. પડદા, છાપરા અને કુદરતી લાગતા કુત્રિમ ટેન્ટ એનું સારામાં સારું ઉદાહરણ છે.
(8) નારિયેળીના પાંદની વચ્ચેની કઢણ દાંડી સાવરણા બનાવવવામા ઉપયોગી થાય છે.
(9) નારિયેળીના ઝાડનું થડ બળતણ તરીકે તથા ઘર, બ્રિજ અને બોટ બનાવવમાં ઉપયોગી થાય છે. ભારતના દક્ષિણ રાજ્યોમાં જ્યા નારિયેળીનું ખૂબ વાવેતર છે ત્યાં સુકાયેલા થડને પાંણીમાં તરતું મૂકી ને તેના પર બારેમાસ ખેતી કરવામાં આવે છે.
(10) નારિયેળીના ફૂલમાં ઘણા બધા ઔષધીય ગુણ રહેલા છે. નારિયેળીના ફૂલમાંથી વિવિધ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે.
(11) નારિયેળ માંથી નારિયેળનો હલવો, નારિયેળ સલાડ, અને નાટા ડી કોકો જેવા સ્વાસ્થ્ય વર્ધક વ્યંજનો અને ટોડી જેવા માદક પીણા પણ બનાવવામાં આવે છે.
નારિયેળના ઝાડના દરેક પાર્ટ આટલા ઉપયોગી હોવાને લીધે તેને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે.
🌴🥥🌴🥥🌴🥥🌴🥥🌴🥥🌴
જો આપ નારિયેળી ની ખેતીની માહિતી મેળવવા માંગતા હોવ તો આ નીચેની લિંક દ્વારા આપ જોડાઈ શકો છો.
https://chat.whatsapp.com/EAE0Aq12FBCFD6nqxTgmxS
● નારિયેળ પાણીના 7 અદભુત ફાયદાઓ....
નારિયેળનો ત્રોફો એ ઉચ્ચ કક્ષાનું એનર્જીડ્રિંક છે. નારિયેળ પાણી કોઈ પણ પ્રકારના ભેળસેળ વગરનું કુદરતી પીણું છે. તો ચાલો જાણીએ એના ફાયદા વિશે....
(1) નારિયેળ પાણીમાં વિટામિન, પ્રોટીન અને જરૂરી મીનરલ હોઈ છે તેના સેવનથી તાજગી મળે છે.
(2) નારિયેળ પાણીમાં મેંગેનીઝ ખૂબ ભરપુરમાત્રામાં હોઈ છે જે હાડકાની તંદુરસ્તી અને મેટાબોલિક એક્ટિવિટીમાં ખૂબ સરસ ભાગ ભજવે છે.
(3) નારિયેળ પાણીમાં કોપર અને લોહ તત્વ પણ હોઈ છે તે હિમોગ્લોબીન અને લોહી બનવાની ક્રિયામાં વધારો કરે છે.
(4) વિજ્ઞાનિકોના મત અનુસાર નારિયેળ પાણીમાં ઘણા બધા એન્ટીઓક્સિડેન્ટસ હોઈ છે. જે આપના કોષોને રક્ષણ આપે છે.
(5) નારિયેળ પાણીમાં સાઇટોકાઇનિન નામનું હાર્મન ભરપૂર માત્રામાં હોઈ છે. તે શરીરમાં કોષ વિભાજનનું અને ઘાવને જલ્દીથી રુજાવામાં મદદ કરે છે.
(6) ડોક્ટરોના મત અનુસાર નારિયેળ પાણી શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે અને સારા કોલેસ્ટ્રોલની માત્રામાં વધારો કરે છે. તેથી નારિયેળ પાણીનું સેવન હૃદય રોગના દર્દી માટે ખૂબ ઉપયોગી છે.
(7) પ્રેગનેન્ટ અથવા સ્તનપાન કરાવતી માતાઓ નારિયેળ પાણીનું સેવન કરે તો બાળકના વિકાસમાં ખૂબ લાભ થાય છે.
નારિયેળ વિશે આ પણ જાણો...
● ભારતમાં રાષ્ટ્રીય નારિયેળ દિવસ દર વર્ષે 26 જુન ના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોમાં નારિયેળના ફાયદા પ્રત્યે જાગૃતતા આવે એવો છે.
● આવી અવ નવી માહિતી મેળવવા અમારી સાથે જોડાયેલા રહો.. આ લેખ સારો લાગે તો જરૂરથી શેર કરજો.
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો