રાજકોટવાસીઓને 100% ઓર્ગેનિક ખાદ્ય ખોરાક મળી રહે તે માટે "ઓર્ગેનિક ખેડૂત હાટ" નું આયોજન.

           

           રાજકોટની હેલ્થ કોન્સિયસ પબ્લિકને, રાજકોટના આંગણેજ 100 % શુદ્ધ, સાત્વિક અને ઝેર મુક્ત ખાદ્ય ખોરાક મળી રહે એવા ઉમદા હેતુથી GCCI, આત્મીયા કોલેજ અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે તારીખ 12,13 અને 14 એપ્રિલ, 2024 ના 3 દિવસ દરમિયાન "ઓર્ગેનિક ખેડૂત હાટ" નું આયોજન કરવામાં આવેલ છે. આ ખેડૂત હાટમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અને ગાય આધારિત, પ્રાકૃતિક કે નેચરલ ફાર્મિંગથી પકાવેલું 100% ઝેર મુક્ત ખાદ્ય ખોરાક ખેડૂત લઈને આવવાના છે. ખેડૂત હાટ એટલે ઓર્ગેનિક ખાદ્ય ખોરાકનું પ્રદર્શન અને વેચાણનું પ્લેટફોર્મ. આ પ્લેટફોર્મ થકી રાજકોટવાસીઓને શુદ્ધ, સાત્વિક અને ઝેરમુક્ત ખાદ્યખોરક ખરીદવાની અને ઉત્પાદકો સાથે સીધા જોડાવાનો મોકો મળશે તો બીજી સુવર્ણ તક એ છે કે "ઓર્ગેનિક ખેડૂત હાટ" માં રાજકોટવાસીઓ ફેમિલી ફાર્મર પણ બનાવી શકશે અને ઉત્પાદક સાથે લાંબા સમય સંપર્ક અને પોતાના રસોડાની દરેક પ્રકારની જરૂરિયાત એ ફેમેલી ફાર્મર પાસેથી મેળવી શકશે.  આજ સુધીમાં રાજકોટના આંગણે આ સૌ પ્રથમ આયોજન છે. આવું ભવ્ય આયોજન આ પહેલા ક્યારેય નથી થયું. 

        ઓર્ગેનિક ખેડૂત હાટને લઈને રાજકોટ વાસીઓ, ઉદ્યોગપતિઓ, ધંધાર્થીઓ, નોકરિયાતો, હેલ્થ કોન્સિયસ લોકો, ગૃહિણીઓ અને ઓર્ગેનિક ખેડૂત હાટના સંચાલકો તેમજ તેમની ટીમ વગેરે ખૂબ જ ઉત્સાહમાં છે. ત્યારે ચાલો જોઈએ રાજકોટમાં આજકાલ "ઓર્ગેનિક ખેડૂત હાટ" વિશે કેવી ચર્ચાઓ ચાલી રહી છે. 


અરે બાપ રે... રાજકોટમાં ખાવાના શોખીનો એટલે ન પૂછો વાત...

કાલે એક બેન એમના ઘર વાળાને કહે છે કે "આત્મીયા યુનિવર્સિટીમાં ઓર્ગેનિક હાટ થવાની છે."  

તમે ઘર માટે બધીજ વસ્તુઓ ઓર્ગેનિક લાવી દેજો. 

પછી હું તમને પ્રેમથી - ઓર્ગેનિક રસોઈ બનાવી આપીશ. 

...............................................................


બેટા પ્રિયા, આજકાલ કોલેજમાં શુ ચાલે છે. ? ? 

પ્રિયા :- પપ્પા મારે તો ભણવાનું ચાલે છે પણ આત્મીયા કોલેજમાં "ઓર્ગેનિક ખેડૂત હાટની" તૈયારીઓ ચાલે છે. 

પપ્પા :- "ઓર્ગેનિક ખેડૂત હાટ" આ વળી શુ છે ? ? 

પ્રિયા :- અરે પપ્પા, આત્મીયા કોલેજ, GCCI અને નવરંગ નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે, રાજકોટની હેલ્થ કોન્સિયસ જનતાને 100% ઓર્ગેનિક ખાદ્યખોરક મળી રહે તે માટે ગ્રામ્ય વિસ્તારમાં રહીને ગાય આધારિત કે પ્રાકૃતિક ખેતી કરીને ઝેર મુક્ત અનાજ, કઠોળ અને મરીમસાલા પકવતા લોકોની ઓર્ગેનિક વસ્તુઓ રાજકોટવાસીઓને મળી રહે એના માટેનું પ્લેટફોર્મ એટલે "ઓર્ગેનિક ખેડૂત હાટ" 

પપ્પા :- "શુ વાત કરે છે બેટા"

પ્રિયા :- હા પપ્પા, ત્યાં લાખો લોકો જોવા અને ખરીદી કરવા આવવાના છે, મારા મમ્મી અને મારી બધીજ ફ્રેન્ડની આખી ફેમેલી પણ ત્યાં આવવાના છે. 

  પપ્પા એક વાત કહું... "આપણા પરિવારના સ્વસ્થ માટે તમે પણ થોડો સમય કાઢીને આવજો ને..."

તા :- 12,13 અને 14 એપ્રિલ 2024, આત્મીયા કોલેજ, રાજકોટ

..............................................................


દયા :- અવની, 12, 13, 14 શુ કરે છે ? ? 

અવની :- કઈ નહિ બસ આરામ...

દયા :- કેમ આરામ ? ? 

અવની :- જોને હમણાં હમણાં સ્વાસ્થય સારું નથી રહેતું. 

થાક ખૂબ લાગે છે. આ તત્વો રહિત, ઝેર યુક્ત અને પાછું ભેળસેળ વાળું ખાઈ ખાઈને ઇમ્યુનિટી સાવ વીક થતી જાય છે. 

દયા :- હા અવની તારી વાત સાવ સાચી છે, અને આના સોલ્યુશન માટે જ તો તને ફોન કર્યો છે. 

એટલે જ તો પૂછું છું. 12, 13, 14 તારીખે શુ કરે છે ? ? 

અવની :- કઈ નહિ બસ આરામ...

દયા :- તો હવે આરામ કરવાનું છોડો, ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો પોતાની 100% ઓર્ગેનિક વસ્તુઓ લઈને આપણું સ્વાસ્થ સુધારવા આવી રહ્યા છે રાજકોટ..  અને એ પણ આપણી આત્મીયા કોલેજમાં, જ્યાં 100 % ઓર્ગેનિક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થવાનું છે. 

  મારી સોસાયટીમાંથી તો બધા જવાના છે તું પણ તારી બધી સાહેલીઓને સાથે લઈને આવી જજે.. 

અવની :- બસ, બસ થોડી બ્રેક માર .. હું શું પૂછું....  ઓર્ગેનિક... ઓર્ગેનિક એટલે તો બધું મોંઘું હશે ને  ? ? 

દયા :- અરે ના રે ના... GCCI સંસ્થા દ્વારા રાજકોટવાસીઓ પાસેથી ઓર્ગેનિકના નામે, કોઈ વધુ ભાવ ન લે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. 

અવની :- તો તો હું પણ આવીશ અને મારી સહેલીઓને પણ લાવીશ. 

દયાબેન, અવનીબેન અને તેમની સહેલીઓ તો આવે જ છે. 

તમે પણ તમારા પરિવાર સાથે ઓર્ગેનિક ખેડૂત હાટની અવશ્ય મુલાકાત કરજો. 

તારીખ 12, 13, અને 14, આત્મીયા કોલેજ, રાજકોટ

--------------------------------------

રાજકોટમાં ઘરે ઘરે ઓર્ગેનિક ખેડૂત હાટની જ ચર્ચાઓ ચાલે છે. હું તો કવ છું તમે પણ આવી જજો.. અને જો આપ ફેમિલી ફાર્મર બનાવવા માંગતા હોવ, રેગ્યુલર ઓર્ગેનિક ખાદ્ય ખોરાક ખરીદવા માંગતા હોવ કે આના વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો આપ અમારો સંપર્ક પણ કરી શકો છો. વધુ માહિતી માટે 9723135955 પર આજે જ સંપર્ક કરો.

આપ આ મેસેજ વધુથી વધુ લોકો સુધી મોકલો એવી ખાસ નમ્ર વિનંતી છે.  આપ સૌનો સહૃદય ખૂબ ખૂબ આભાર... 


લેખક :- દિક્ષિત કોટડીયા 

(કૃષિ નિષ્ણાંત અને ઓર્ગેનિક ખેતીના સલાહકાર - રાજકોટ)




જો જો આ ઓર્ગેનિક તક ચુકી ન જતા... 




ટિપ્પણીઓ

લોકપ્રિય લેખ

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...