શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

નમસ્કાર ખેડૂતમિત્રો... આજની કૃષિ ચર્ચામાં આપણે વાત કરીશું શિયાળુ પાકના વાવેતર પહેલા શુ શુ કાળજી રાખી શકાય તથા શિયાળુ પાક વાવેતર સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓની. આ વર્ષે ખૂબ વરસાદ થવાથી ઘણા વિસ્તારમાં ખૂબ નુકશાન થયેલ છે. ઘણા વિસ્તારમાં ખેડુતોને ઘણી નુકશાની વેઠવી પડેલ છે. ખેતી એ વાતાવરણ આધારિત છે તેથી વાતાવરણમાં થતા ફેરફારની પાક પર સારી નરસી અસર ઓછા વત્તા જોવા મળે છે. બીજના ઉગાવાથી લઈને નવા બીજના બનવા સુધીની સફરમાં જો તેને સમયે સમયે જરૂર મુજબની હવા, પાણી, સૂર્યપ્રકાશ અને જરૂરી તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે તો ઉત્પાદન ધાર્યા કરતાં ઘણું સારું આવે છે. શિયાળી પાકના લગભગ બધાજ બીજને ઉગવા માટે 22 થી 27 ℃ વચ્ચે તાપમાનની જરૂર પડે છે . આપણા માથી લગભગ ઘણા લોકો આ વસ્તુ જાણે છે પણ ઘણા ખેડૂતો ઉતાવળું વાવેતર કરવાની હોડમાં આગોતરું વાવેતર કરી દે છે હાલ એટલે કે તારીખ 08/10/2020 ના રોજ વાતાવરણ ખૂબ ગરમી વાળું છે. ઘણા ખેડૂતો આજની તારીખમાં વાવેતર માટે ની સલાહ કે બિયારણ માટે ફોન કરતા હોય છે. અમે સમજાવીએ છીએ કે અત્યારે વાવેતર ના કરવું જોઈએ તેમ છતાં લોકો અત્યારે વાવેતર કરે છ...