મજૂરોની તકલીફ છે ?? આવી ગયું છે નવું હારવેસ્ટર જેમાં મગ, ચણા, તુવેર કે સોયાબીનની પણ કાપણી કરી શકાશે. વધુ જાણવા માંગો છો તો આ લેખ વાંચો. #Ace act 60 @greenlandagriconsultancy #harvestor
ભારતની અગ્રણી યાંત્રિકીકરણ સમાધાન આપતી કંપની ACE (Action Construction Equipment Ltd.) એ હમણાજ એક નવું હારવેસ્ટર લોન્ચ કર્યું છે. જે વધુ પ્રકારના અનાજ/કઠોળ/ધાન્યની કાપણીમાં ખેડૂતોને મદદરૂપ થશે. આ નવા હારવેસ્ટરના મોડલનું નામ ACE હારવેસ્ટર ACT-60 છે. કંપનીએ આ હારવેસ્ટર પૂર્વ મધ્ય અને દક્ષિણ ભારતના ખેડૂતો માટે લોન્ચ કર્યું છે. આ હાર્વેસ્ટરનો ઉપયોગ ડાંગર, ઘઉં, મગ, સરસવ, તુવેર, સોયાબીન, મકાઈ, ચણા વગેરે જેવા અનેક પ્રકારના પાકને કાપવા માટે થાય છે.
તેની વિશેષતા વિશે જાણીયે તો ...
● કટરની પહોળાઈ છે: 7.21 ફૂટ છે.
● અનાજની ટાંકીની સંગ્રહ માત્રા 1400 લિટર છે. એટલે કે અંદાજીત 700 થી 800 કિલો ચોખા સમાઈ શકે છે.
● શ્રમ અને સમય બચાવવા સાથે, પાકની કાપણીનો ખર્ચ પણ નીચે આવે છે. તેનાથી ખેડૂતોને ફાયદો થાય છે.
● આ હારવેસ્ટરના ઉપયોગથી ખેતરમાં પાકની કાપણીનું કામ વધુ સારી ચોકસાઈથી થાય છે.
● અનાજ/કઠોળ/ધાન્યના દાણાને નુકશાન ઓછું થાય છે.
● આ હારવેસ્ટરની કાર્યક્ષમતા પણ વધુ સારી છે.
● જાળવણી અને રખ રખાવ ખર્ચ પણ ઓછો છે.
● આ મશીનો વજનમાં હલકા છે અને ઇંધણ વપરાશની કાર્યક્ષમતા શ્રેષ્ઠ છે.
● આ મશીન ઝડપથી કટીંગ કરે છે.
● આ નવા મશીનો ઉચ્ચ ઓપરેટિંગ કાર્યક્ષમતાથી સજ્જ છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો