ખેડૂતો માટે ખુશ ખબર... વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. : અશોકભાઈ પટેલ


ગુજરાત : હવામાન શાસ્ત્રી શ્રી અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.૬ સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ઉત્તર અને લાગુ મધ્ય બંગાળની ખાડીમાં એક લોપ્રેશર સિસ્ટમ્સ બનવાની શકયતા છે. તારીખ 6 સપ્ટેમ્બર બાદ આ રાઉન્ડ સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા વિસ્તારોને આવરી લેશે. 
     આશોકભાઈ પટેલે 17 ઓગસ્ટના જણાવ્યું હતું કે સાર્વત્રિક વરસાદ માટે થોડી રાહ જોવી પડશે. બંગાળની ખાડીમાં ઉત્તર અને લાગુ મધ્ય બંગાળની ખાડીમાં એક લોપ્રેશર સિસ્ટમ્સ બનવાની શકયતા છે એનાથી ખેડૂતોની એ રાહ પુરી થશે અને સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં તા. ૭ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે.  પ્રેશર બન્યા બાદ અરબી સમુદ્રથી મહારાષ્ટ્રથી લઈ લો પ્રેશર સિસ્ટમ્સ સુધી ઈસ્ટ - વેસ્ટ સીઅરઝોન થશે. ત્યારબાદ આ સિસ્ટમ્સ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરતી હોય મધ્યપ્રદેશ ઉપર આવે ત્યારે એક બહોળુ સરકયુલેશન ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી ગુજરાત સુધી છવાશે. જેના કારણે ગુજરાતના મોટા વિસ્તારોમાં વરસાદ આવરી લેશે. 

Coutesy and special thanks to :- Shri Ashokbhai Patel 

ટિપ્પણીઓ

લોકપ્રિય લેખ

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...