શેઢા પાળે કરો વાંસની ખેતી, આટલા થશે ફાયદા...


શેઢા પાળે કરો વાંસની ખેતી.. થશે આટલા ફાયદા. 

(1) ખેતરના શેઢા પાળે વાવેતર કરેલા વાંસ ખૂબ વધારે પવનથી પાકને બચાવે છે. 
(2) વાંસના મૂળ જમીનને પકડી રાખે છે તેથી જમીનનું ધોવાણ પણ અટકાવે છે.

(3) જંગલી પશુઓ જેવાકે રોજ, નીલગાય અને હરણ તેમજ રેઢિયાળ ઢોરને ખેતરમાં આવતા અટકાવે છે. એટલે કે ફેંસીંગ તરીકે કાર્ય કરે છે.
(4) વર્ષો વર્ષ જે પાંદ ખરે છે તેમાંથી સારું ખાતર બનાવી શકાય છે. 

(5) આજુ બાજુના ખેતરમાંથી હવા દ્વારા ફેલાતી જીવાત અને સ્પ્રે સમયે ઉડતી રસાયણની ઝણ રોકે છે 
(6) વાવેતર ખર્ચ એકજ વખત થાય છે ત્યાર બાદ વારંવાર સાઈડ પીલ્લામાંથી નવા વાંસ ઉગે છે. 

(7) વાંસમાથી ટેબલ, ખુરચી, પલંગ, ટોકરી, કુટીર, જુલા, ટેન્ટ વગેરે તેમજ સુશોભનની વસ્તુઓ બનતી હોવાથી તેની માંગ પણ વધારે છે. અમુક વર્ષો પછી એ આવકનો સારો સ્ત્રોત બની જાય છે. 
(8) ઘાટુ વાવેતર હોવાથી પક્ષીઓને ખોરાક, રહેઠાણ અને સુરક્ષા મળી રહે છે તેથી ઘણા પક્ષીઓ વાંસના ઝાડ પર માળા બનાવે છે આમ કુદરતી વ્યવથાઓને પુનઃ જીવંત કરી શકાય છે. 

જો આ લેખ આપને સારો લાગે તો અન્ય ખેડૂતમિત્રો ને પણ મોકલવા વિનંતી...

ટીમ...
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨‍🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...


શિયાળુ પાકોનું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો..   👉 👉 👉 https://greenlandagri.blogspot.com/2020/10/blog-post_8.html


ટિપ્પણીઓ

લોકપ્રિય લેખ

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...