ખેતરમાં પાણી ભરાઇ રહેવાથી થતા નુકશાન અને તેના સમાધાન...

નમસ્કાર, ખેડૂત મિત્રો...
      હાલ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદની પરિસ્થિતિ છે ત્યારે દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોના ખેતરો પાણીથી ડૂબી ગયા છે. ત્યારે આપણે ખેતરમાં પાણી ભરાવવાના કારણે થતા નુકશાન અને તેના નિવારણ વિશે વાત કરીશું.
 
  પાણી ભરાવવાના મુખ્ય કારણો વિશે વાત કરીએ તો તે છે વૃક્ષોનું અંધાધૂંન નિકંદન, વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ, જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં થયેલો ઘટાડો તેમજ શહેરીકરણ કે જેના કારણે પાણી નિકાલની કુદરતી વ્યવસ્થામાં વિક્ષેપ પડ્યો છે. તે સિવાય ભારે વરસાદ, પિયત પાણીનો બેફામ ઉપયોગ, જમીન વધારવાની લાલચમાં પાણીના વહેણના કુદરતી માર્ગો જેવા કે નેર, બૂટીયા, ખાળ, ગાડા શેર વગેરેને બુરી દેવા જેવા કારણો જવાબદાર છે. આ સિવાય કેનાલ અને જળ સંગ્રહાલય જેવા કે સરોવર/ડેમ માંથી પાણીનું ઝમણ (રિઝવુ), વધુ વરસાદના કારણે ડેમ ઓવરફ્લો સમયે નીચાણ વાળા વિસ્તારના ગામડામાં પાણી ભરાવું, જમીન માંથી પાણીનો ધીમો નિતાર (ભારે કાળી જમીન કે જેમાં સુક્ષ્મ કાણાઓ (માઇક્રો પોર) હોય છે જેથી પાણી નીતરી શકે નહીં), જમીનમાં ઉપર સતત ભારે વજનદાર મશીનરીનો ઉપયોગ કરવાથી જમીનનું ઉપરનું પડ મજબૂત બની જાય છે જેનાથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. 
    આ અને આવા અન્ય ઘણા કારણો ને લીધે વધુ વરસાદ પડવાના સમયે જમીનમાં પાણી ઉતરી શકતું નથી અને તેથી જ પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે.
    
પાણી ભરાવવાના કારણે ખેડૂતોને વહેઠવી પડતી મુશ્કેલીઓ અને ખેતીમાં થતી નુકશાની :- 

    ● સતત પાણી ભરાઇ રહેવાના કારણે પાક પોષકતત્વો લઈ શકતું નથી. વધારે વરસાદ સમયે જમીન પર પાણી રહેવાને લીધે પાકને પોષકતત્વો ઉપલબ્ધ કરવાવાળા બેકટેરિયા અને સુક્ષ્મ જીવોને ઓક્સિજન મળી શકતું નથી તેથી તેની કાર્યપ્રણાલી ખોરવાઈ છે અને છોડને જરૂરી પોષકતત્વો લેવામાં તકલીફ પડે છે. એજ કારણે છોડનો વૃદ્ધિ વિકાસ પણ અટકી જાય છે.
● લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાથી પાક બળી જાય છે અને ખેડૂત ને આર્થિક નુકશાન વહેઠવું પડે છે.
●  પાણી ભરાવવાના કારણે જમીનમાં હવાનું પ્રમાણ ઘટી જાય છે જેનાથી  જમીનમાં રહેતા કરોડો સૂક્ષ્મ જીવો મુત્યુ પામે છે જેનાથી જમીનની ઉત્પાદકતા (productivity) ઘટી જાય છે.
●  જયારે પાણીનો નિકાલ ખેતરમાંથી બાષ્પીભવન રૂપે થાય છે ત્યારે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધે છે અને જમીન ક્ષારવાળી બને છે.
● પાણી ભરાવવાના કારણે ખેડૂતો સમયસર ખેતી કાર્યો કરી શકતા નથી  જેમ કે પાકની કાપણી કરવી.પાકની યોગ્ય સમયે કાપણી ના થવાથી પાક સડી જાય છે અને ખેડૂતને આર્થિક નુકશાની વહેઠવાનો વારો આવે છે.
● ખેતરમાંથી પાણી નીકળ્યા બાદ જે પાક સડી જાય છે તેમાં અલગ અલગ પ્રકારના રોગકારકોનું પ્રમાણ વધારે હોઈ છે એ રોગો વર્ષો વરસ ખેડૂતોના પાકમાં દરેક સીઝનમાં સુકારો, થડનો કોહવારો, મૂળનો સડો, ધરું મૃત્યુ જેવા રોગ પેદા કરીને આર્થિક રીતે નુકશાની કરે છે. - કોઈ પણ પાકમાં સુકારો આવ્યા પહેલાજ એને રોકવા આ લિંક પર ક્લિક કરી અમારો સંપર્ક કરો
● અમુક વિસ્તારોમાં ગામડાઓમાં પાણી ભરાઈ જવાથી જન જીવનને ખૂબ હાલાકી ભોગવવી પડે છે. પશુ ચારો પલળી જાય છે, ક્યારેક તો વધુ પાણીના વહેણમાં પશુધન તણાઈ જાય છે. 

તેમના નિવારણ વિશે વાત કરીએ તો,

૧) વરસાદ બંધ થયા બાદ તરત જ ખેડૂતે શક્ય હોય તે બધી રીતે ખેતરમાંથી પાણીનો નિકાલ કરવો જોઈએ.

૨) ઘણા ખેડૂતો એવું માને છે કે પાકને વધુમાં વધુ પિયત આપવાથી પાકનું ઉત્પાદન વધે છે પરંતુ હકીકતમાં એવું નથી હોતું, વધારે પિયત આપવાથી ખેતરની જમીનની જળ સપાટી વધુ ઉંચી આવે છે અને ફક્ત થોડા વરસાદમાં જ પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. જેથી ખેડૂતે કારણ વગર વધારે પિયત આપવું નહીં. (અતિ સર્વત્રે ત્યજયતે).

૩) ખેતરને એવી રીતે સમતોલ બનાવવું કે વરસાદના વધુ પડતા પાણીનો નિકાલ થઈ શકે. તેમજ જળ સંચય માટે કુવા/બોર રિચાર્જના અભિગમ અપનાવવા. 

૪) જે ખેતરોમાં જમીનની નિતારશક્તિ ઓછી હોય (જેમકે ભારે કાળી જમીન) તેની નિતારશક્તિ વધારવા લાંબા સમયના આયોજનના ભાગરૂપે તેમાં ટાંચ અને સેન્દ્રીય ખાતરનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. Ex :- સેન્દ્રીય ખાતર જેવા કે છાણીયું ખાતર, એરંડા ખોળ, લીંબોળી ખોળ, કરંજનો ખોળ, અળસીયાનું ખાતર, મરઘાની ચરકનું ખાતર વગેરેનો ઉપયોગ કરવો.

૫) જમીનનું ઉપરનું પડ મજબૂત થવાથી પણ પાણી ખેતરમાં ભરાય છે જેથી ઉપરના પડ ને તોડવા માટે સબ સોઈલર નામના મશીન વડે ઊંડી ખેડ કરવી જોઈએ.

૬) વર્ષો વરસ જે ખેતરમાં પાણી ભરાતું હોઈ ત્યાં જળસંચય સામે પ્રતિકાર પાકોનું વાવેતર કરી શકાય કે જે પાકો પર ખેતરમાં પાણી ભરાય રહે તો પણ વાંધો ન આવે જેમકે જુવાર,બાજરી વગેરે...

કૃષિ લેખક :- 
શ્રી એસ.એમ. સેવરા સાહેબ (કૃષિ મદદનીશ) તેમજ
 ગ્રીનલેન્ડ કૃષિ માહિતી કેન્દ્ર - એગ્રોનોમી ટીમ...

ખેતીને લગતી સાચી અને સચોટ માહિતી માટે આજે અમારી સાથે જોડાવ આ લિંક પર અત્યારેજ ક્લિક કરી અમને મેસેજ કરો. --> https://wa.me/message/MVHZ7EIWR7I2D1

આપને આ લેખ સારો લાગે તો અન્ય ખેડૂતમિત્રો સાથે અત્યારે જ શેર કરો.

આભાર...

ટીમ
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨‍🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...

ટિપ્પણીઓ

લોકપ્રિય લેખ

કપાસના પાકને લાલ થતો અટકાવવા આટલું અવશ્ય કરો...

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...