ગુજરાત રાજ્યમાં મગફળીનો પાક ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય મગફળીના ઉત્પાદનમાં મોખરે છે. ગુજરાતની મગફળીની દેશ વિદેશમાં પણ સારી માંગ છે. જો ખેડૂતો સાથે ભેગા થઈ ને કે એવા વેપારીઓ જે એક્સપોર્ટ કરે છે એવા વેપારીને માલ વેચીને સારો ભાવ અને બહારનું હૂંડિયામણ કમાઈ શકે છે. પણ ઘણી વખત આપણે સાંભળતા હોઈએ કે અન્ય દેશો દ્વારા મગફળીના કન્ટેનર રિજેક્ટ કરવામાં આવ્યા. આવું શુ કામ થાય છે એની પાછળની સમસ્યાઓ અને તેના સમાધાન વિશે આજે વાત કરીશું.
મગફળી નિકાસ ન થવા પાછળ કારણ છે આફલાટોક્સિન. આજે હું તમને મગફળીમાં આવતા આફલાટોક્સિનને કેવી રીતે થોડીક સામાન્ય કાળજીઓ દ્વારા ઘટાડી શકાય તે વિશે માહિતગાર કરીશ. પણ તે પહેલાં આ મગફળીમાં આવતું આફલાટોક્સિન છે શું ?? અને હાલ તેમના લીધે મગફળી નિકાસ કરતા ખેડૂતોને તેમજ આપણે બધાને કેવું નુકશાન થાય છે તે વિશે જાણીએ.
આફલાટોક્સિન એ એક ઝેર છે જે એસપરજીલસ ફ્લેવસ નામની ફૂગથી થાય છે. આ અફલાટોક્સિનને કારણે મગફળીનો દાણો આપણે સ્વાદમાં કડવો લાગે છે જેથી આપણે જયારે મગફળી ખાતા હોઈયે તયારે જો આવો કોઈ દાણો મોઢામાં આવી જાય તો આપણે તરત જ થું થું કરી નાખીએ છીએ.
જો મગફળીમાં આફલટોક્સિનનું પ્રમાણ સરકારે નક્કી કરેલ હોય તેના કરતાં વધારે નીકળે ( મગફળીનું આયાત કરતા દરેક દેશમાં અફલાટોક્સિનનું પ્રમાણ પહેલેથી જ નક્કી કરવામાં આવેલ છે અને દરેક દેશે જુદું જુદું પ્રમાણ નક્કી કરેલ છે ભારતમાં 30, અમેરિકામાં 20, ફ્રાંસમાં 1, યુરોપ 4 ગ્રામ - એક કિલો મગફળીએ માન્ય છે. ચીનમાં 10 ગ્રામ અને ઈટલીમાં 5 ગ્રામ એક કિલોએ નિકળે ત્યાં સુધી માન્ય છે તેનાથી વધું હોય તો તે માલ લોકોને ખાવા આપી શકાતો નથી.) તો ખેડૂત નો માલ કે જે વિદેશ માં નિકાસ કરવાનો હોય છે તે રિજેક્ટ થાય છે જેથી ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવું પડે છે .
આફલાટોક્સિન ફક્ત આર્થિક રીતે જ નહીં પણ સ્વાસ્થ્યની બાબતમાં પણ ખૂબ મોટું નુકસાન કરે છે જેમકે તે લીવર ઉપર સીધી અસર કરે છે તેમજ બાળકના વિકાસને રૂંધે છે.
ઈંગ્લેન્ડમાં મગફળીનો આવો અફ્લાટોક્સીન ખોરાક ખાવાના કારણે 1 લાખ મરઘા મોતને ભેટ્યા હતા.આ તો હતી આફલાટોક્સિન અને તેમનાથી થતી નુકશાન વિશેની વાત.
હવે આપણે અફ્લાટોક્સીનનું પ્રમાણ કઈ રીતે મગફળીના પાકમાં ઘટાડી શકાય તેના વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત કરીએ ! નીચે ઘણા સૂચનો આપ્યા છે એનું ધ્યાન રાખીને આપણે અફ્લાટોક્સીન ફૂગના ઉપદ્રવને નિયંત્રણ અથવા ઓછો કરી શકીએ છીએ.
(૧) મુખ્યત્વે આ સમસ્યા (આફલાટોક્સિનની) પાણીની ખેંચના કારણે વધે છે જેથી પાણીની ખેંચ ઉભી નો થાય તેની કાળજી રાખવી અને જો દુષ્કાળની પરિસ્થિતિ હોય તો પાકની પાછલી અવસ્થાએ પિયત આપવું.(જો શક્ય હોય તો ).
(૨) વધારે પડતી પાકેલ મગફળીમાં આફલાટોક્સિનની સમસ્યા વધારે જોવા મળે છે જેથી બને તેમ મગફળીની કાપણી સમયસર કરવી જોઈએ.
(૩) મગફળીના નિંદામણ અને ઉપાડતી વખતે ડોડવાને ને ઇજા નો થાય તેની કાળજી રાખવી જોઈએ.
(૪) શક્ય હોય તો મગફળી ઉપાડતી વખતે વરસાદ ન નડે તે રીતે વાવેતરનો સમય નક્કી કરવો.
(૫) મગફળીના જથ્થામાંથી ફૂગ લાગેલ તથા નુકશાન પામેલ ડોડવા દૂર કરવા. ( કારણકે ૧ દાણો બીજા ૧૦૦૦ દાણાને બગાડે છે.)
(૬) ડોડવાને ૮ ટકાથી ઓછો ભેજ રહે તેમ ઝડપથી સુકવી સંગ્રહ કરવો.
(૭) ફૂગ ને નિયંત્રણ કરવાના પગલાં જેવા કે ઉનાળામાં ઊંડી ખેડ,જૈવિક ફૂગ જેમકે ટ્રાઈકોડરમાનો ઉપયોગ કરવો.
આમ , આ બધા પગલાં ભરી મગફળીમાં આફલાટોક્સિન નું પ્રમાણ ઘટાડી શકાય છે જેથી ખેડૂતો પોતાની મગફળી નિકાસ કરવા યોગ્ય બનાવે અને સામાન્ય પ્રજા આફલાટોક્સિન વગરનું તેલ ખાઈ શકે .
જ્ઞાન મેળવવા બદલ આપનો આભાર.
કૃષિ નિષ્ણાંત :-
એસ. એમ. સેવરા સાહેબ
કૃષિ મદદનીશ,
શેરડી સંશોધન કેન્દ્ર - કોડીનાર
આવા બીજા ખેડૂત ઉપયોગી લેખો વાંચવા માટે તેમજ મગફળીનું એક્સપોર્ટ કરતા વેપારીઓના નંબર મેળવવા માટે આ લિંક પર ક્લિક કરી આજે જ અમારી સાથે જોડાવ.
https://wa.me/message/MVHZ7EIWR7I2D1
જય જવાન જય કિસાન.
ટીમ
GREENLAND AGRI CONSULTANCY
🥜🥒🌳🐛👨🌾
ખેડૂતોની સમૃદ્ધિના સાથી...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો