પોસ્ટ્સ

2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

23 ડિસેમ્બર એટલે " રાષ્ટ્રીય ખેડૂત દિવસ "

છબી
"23 ડિસેમ્બર એટલે " રાષ્ટ્રીય ખેડૂત દિવસ " રાષ્ટ્રીય ખેડૂત દિવસ   અથવા  કિસાન દિવસ , ભારતના પાંચમા વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહના સન્માનમાં ઉજવાય છે. તેમનો જન્મ ઉત્તરપ્રદેશ રાજ્યના, નૂરપુર ગામમાં, એક ખેડૂત પરિવારમાં 23 ડિસેમ્બર 1902 ના દિવસે થયો હતો.      28 મી જુલાઇ, 1979 થી 14 મી જાન્યુઆરી, 1980 સુધી શરૂ થયેલા ટૂંકા સમયગાળા માટે તેમણે દેશના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ સ્વભાવના ખૂબ જ સરળ અને બુદ્ધિથી તેજ હતા અને અત્યંત સરળ જીવન જીવ્યા હતા.     વડા પ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે ભારતીય ખેડૂતોના જીવનમાં સુધારા માટે ઘણી નીતિઓ રજૂ કરી. ચૌધરી ચરણસિંહના ચુંબકીય વ્યક્તિત્વ અને ખેડૂતોની તરફેણમાં વિવિધ લાભકારી નીતિઓએ જમીનદારો અને ધનકુબેરો સામે ભારતનાં તમામ ખેડૂતોને એકઠા કર્યા. તેમણે ભારતના બીજા પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા આપવામાં આવેલા પ્રખ્યાત સૂત્ર ' જય જવાન જય કિસાન ' નું અનુસરણ કર્યું.  ચૌધરી ચરણસિંહ અત્યંત સફળ લેખક પણ હતા અને ખેડૂતો અને તેમની સમસ્યાઓ અંગેના તેમના વિચારો દર્શાવતી ઘણી પુસ્ત...

મગફળીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવાની ટ્રિક...

છબી
નમસ્કાર ખેડૂતમિત્રો,     સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મગફળી પાકનું ખૂબ વાવેતર થાય છે. ખેડૂત ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે એવા હેતુ સાથે આ મગફળીનું સેડ્યુલ બનાવવામાં આવ્યું છે. મગફળીનું સેડ્યુલ અમે અમારા જુના વર્ષોના અનુભવના આધારે બનાવેલું છે. આમાં એવી દવાઓની પસંદગી, વાતાવરણની સમજણ, સમયની જરૂરિયાત અને સંકલિત જીવાત/રોગ/તત્વો નિયંત્રણની ટ્રિક નો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી ખેડૂતને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે. ફાઇનલ ઉત્પાદન એ દરેક ભૌગોલિક સ્થિતિ, વાતાવરણ, ખેડૂતે કરેલી સારવાર અને વાર્ષિક પરિસ્થિતિના આધારે વધુ ઓછું થઈ શકે છે.      આપને ભલામણમાં કોઈ પણ ટેક્નિકલ વિશે અથવા કોઈ માહિતી બાબતે કોઈ વધુ પ્રશ્ન હોઈ તો અમને મેસેજ કરીને પૂછી શકો છો. અમને તમારી મદદ કરવી ગમશે. આપને આ ફાયદા કારક લાગે તો અન્ય લોકો સાથે શેર જરૂરથી કરજો અને તમારા અભિપ્રાય અમારા સુધી પહોંચાડજો.     આપ પણ જો મગફળી કે કોઈ અન્ય પાકમાં ખૂબ સારું ઉત્પાદન લેતા હોવ તો તેની પદ્ધતિ અમારી સાથે જરૂરથી શેર કરજો, જેથી એ અન્ય લાખો લોકો સુધી અમે પહોંચાડી શકીએ. પાયામાં અથવા 1-20 દિવસમાં :-...

સોયાબીનની વિજ્ઞાનિક ખેતીની સાચી અને સચોટ માહિતી...

છબી
સોયાબીનની વિજ્ઞાનિક ખેતી ★ જમીન:- મધ્યમ કાળી, સારા નિતાર વાળી, ઊંચા સેન્દ્રીય તત્વ ધરાવતી જમીન ★ વાતાવરણ :- ભેજવાળું વાતાવરણ ★ વાવવાનો સમય :- જૂન-જુલાઈ મહિનો તેમજ ઉનાળામાં પણ વાવેતર કરી શકાય. ★ વેરાયટી:- ગુજરાત સોયાબીન - ૧, ૨                  JS 335, ફુલે સંગમ - KDS 726 ★ બીજ માવજત:- થાઈરમ કે કેપ્ટન @ 3gm / kg ★ બિયારણ નો દર :- ૯-૧૦ કિલોગ્રામ / વિઘા ★ અંતર :- બે હાર વચ્ચે ૪૫ સે.મી.                                                   અને બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. ★ સોયાબીન આંતર પાક તરીકે :- કપાસ,બાજરી,હા.જુવાર, એરંડા સાથે આંતર પાક તરીકે સોયાબીન અનુકૂળ છે. ★ ખાતર:- નાઇટ્રોજન:-30 kg / હેક્ટર ફોસફરશ-  30 kg / હેક્ટર એટલે કે ( 65 કિલોગ્રા...

ગોંડલ માર્કેટ યાર્ડમાં નવી જણસીની આવક અંગે ખુબજ અગત્યની જરૂરી સૂચના...

છબી
નમસ્કાર ખેડૂતમિત્રો, હવે માર્કેટ યાર્ડ ખુલવાનું હોવાથી જાણો કઈ જણસીની આવક ક્યારે અને કેટલા વાગે ચાલુ થાય છે.  👉 ધાણા આવક અંગે જાહેરાત ધાણા ની આવક તા:- ૩૦-૩ ને બુધવારના રોજ સવારના ૮ વાગ્યા થી બપોરના ૧૨ વાગ્યા સુધી ટોકન મુજબ શરૂ કરવામાં આવશે. ધાણાના વાહન માલિકોને ટોકન તારીખ ૨૯-૩ ને મંગળવારના રોજ રાત્રીના ૯ વાગ્યા થી ટોકન આપવાનું શરૂ કરવામાં આવશે.  👉 ચણાની આવક ચણા ની આવક તારીખ ૩૧ - ૩ ને ગુરુવારના રોજ સવારના ૬ વાગ્યાથી સવારના ૯ વાગ્યા સુધી શરૂ કરવામાં આવશે. 👉 મરચા ની આવક રજીસ્ટ્રેશન મુજબ મરચાની આવક તા:- ૩૦ - ૩ ને બુધવારના રોજ બપોરના ૨ વાગ્યાથી રજીસ્ટ્રેશન મુજબ શરૂ કરવામાં આવશે.  👉 અન્ય તમામ જણસી જેવી કે મગફળી, લાલ ડુંગળી, સફેદ ડુંગળી, તલી, કઠોળ, લસણ, કપાસ ભારી, કપાસ પાલ, જીરુ, એરંડા તેમજ ઘઉંના પાલ આ તમામ જણસી ની આવક તા:- ૩૧-૩ ને ગુરૂવાર બપોરના ૨ વાગ્યાથી શરૂ કરવામાં આવશે. આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય ખેડૂતો સાથે શેર કરજો. આપ આ રીતે રોજે રોજના યાર્ડના ભાવ અને આવક વિશેની જરૂરી માહિતી મેળવવા માંગતા હોવ તો,  નીચેની લિંક પર ક્લિક કરી...

રાસાયણિક ખાતરોનો બેસ્ટ વિકલ્પ : NPK બેક્ટેરિયા

છબી
Krushi Ratna N.P.K. Consortia N - Fixing bacteria P - Solubilizing bacteria K - Mobilizing bacteria કૃષિ રત્ન કંસોરટીયા એ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાસના બેક્ટેરિયાનું મિશ્રણ છે. - આ બેક્ટેરિયા યુરીયા, ડીએપી, રાસાયણિક એન.પી.કે. ખાતરની જગ્યાએ વાપરી શકાય છે. - આ બેક્ટેરિયા દિવસરાત ખેડૂતો માટે કામ કરે છે.  - હવા માંથી નાઇટ્રોજન ખેંચીને છોડને આપે છે. - જમીનમાં રહેલા ફોસ્ફરસને ઓગાળવાનું કામ કરીને છોડને આપવામા મદદ કરે છે. - જમીનમાં રહેલા પોટાશને છોડ સુધી લઈ જવામાં મદદ કરે છે. - સરવાળે ખેતી ખર્ચ ઘટે છે અને ઉત્પાદનમાં ફાયદો થાય છે. ● બેક્ટેરિયાની માત્રા :-  1 × 100000000 / 1 ml ● વાપરવાનો ડોઝ :- 1 Ltr / એકર વાપરવાની રીત :- ● બીજ માવજત :- વાવેતર કરતી વખતે બીજ માવજતમાં 10 ml પ્રવાહી જરૂર પૂરતા પાણીમાં ઉમેરી 1 કિલો બીજને આવરણ કરવું. ● ડ્રિપ વાટે   જમીન માવજત :-  ડ્રિપ વાપરતા ખેડૂત મિત્રો 1 Ltr - Krushi Ratna N.P.K. consortium એક એકરમાં વાપરવું. ● જમીન માવજત :- ડ્રિપ નથી વાપરતા એવા ખેડૂતમિત્રો 1 લીટર કૃષિ રત્ન 2.5 વિઘા ઉભા પાકમાં પિયત સાથે અથવા ...

ઉનાળુ ભીંડાની નફાકારક ખેતી...

છબી
ઉનાળુ ભીંડાની નફાકારક  ખેતી... ★ જમીન :-  ગોરાડુ ,  મધ્યમ કાળી  , ફળદ્રુપ અને સારા નિતારવાળી જમીન ★ વાવેતરનો સમય :- ફેબ્રુઆરી -  માર્ચ ★ વેરાયટી :-  પરભણી ક્રાંતિ, પંજાબ 3, પુસા મખમલી, પુસા શ્રાવણી, અર્કા અભય,  ગુજરાત સંકર ભીંડા -1, ગુજરાત જૂનાગઢ સંકર ભીંડા -3, ગુજરાત આણંદ ભીંડા -5, શોભા, વર્ષા, કાવેરી -555, કાવેરી - 919  ( વધુ ઉત્પાદન આપતી, રિસર્ચ વેરાયટી મંગાવવા માટે અમારો સંપર્ક કરો. ) ★  બિયારણ નો દર :- 4 થી 6 kg / હેક્ટર ★ બીજ માવજત :-  થાયામીથોકઝામ @ 5 ગ્રામ / 1 કિલો બીજ ★ પદ્ધતિ :-  45 × 30 cm  ચાંચ પદ્ધતિ થી ( બે ચાંચ વચ્ચે  45 cm × બે છોડ વચ્ચે 30 cm  ની જગ્યા રાખીને  ) ★ ખાતર :- ■ છાણીયું ખાતર :- 10 ટન / હેક્ટર   { 1 } પાયાનું ખાતર :- નાઇટ્રોજન:- 150 kg / હેક્ટર ફોસફરશ:- 50 kg / હેક્ટર એટલે કે (   54 kg DAP + 77 kg UREA ) પોટાશ :- 50 KG / હેક્ટર એટલે કે ( 54 પોટેશિયમ નાઈટ્રેટ 13-00-46 ) { 2 }  એનપીકે જૈવિક ખાતર 3 લીટર / હેક્ટર ★ પિયત :- ઉનાળામાં ...

ઉનાળુ મગની વિજ્ઞાનિક ખેતી...

છબી
ઉનાળુ મગની વિજ્ઞાનિક ખેતી... ★ જમીન :- મધ્યમ કાળી થી રેતાળ , સારી ભેજવાળી , સારી નિતારશક્તિ વાળી , ફળદ્રુપ અને પાણી ભરાઈ ન રહેતું હોય તેવી.  ★ વાતાવરણ :- ગરમ અને સૂકું, ફૂલ અવસ્થાએ વરસાદ એ હાનિકારક છે. ★ વાવવાનો સમય :- ફેબ્રુઆરીનું છેલ્લું અઠવાડિયું થી માર્ચ મહીનાનું પેલું પખવાડિયું. ★ વેરાયટી :-  ગુજરાત મગ - 3 , 4  ( અન્ય રિચર્ચ અને વધુ ઉત્પાદન આપતી જાત વાવેતર કરવા અમારો સંપર્ક કરો. ) ★ બિયારણનો દર :- 20 થી 25 kg / હેક્ટર ★ બીજ માવજત :- થાઇરમ અથવા કેપટન @ 3 ગ્રામ / 1 કિલો બીજ      રાઈઝોબીયમ બેક્ટેરિયા નો પટ પણ મારવો જેથી જમીનમાં નાઇટ્રોજન ઓછું આપવું પડે.      વધુ સારા અને એકધારા ઉગાવા માટે Root G નો પટ આપવો.  ★ પદ્ધતિ :- ચાંચ પદ્ધતિ થી ( બે ચાંચ વચ્ચે  25 cm ની જગ્યા રાખીને  ) ★ ખાતર :- { 1 } પાયાનું ખાતર :- નાઇટ્રોજન:-20 kg / હેક્ટર ફોસફરશ-  50 kg / હેક્ટર એટલે કે ( 109 kg DAP ) પોટાશ :- જમીન ચકાસણી ના પરિણામને આધારે ભલામણ પ્રમાણે વાપરવું.. સલ્ફર :- 20 kg / હેક્ટર નાખવાથી ઉત્પાદનમાં 20 થી 25 ...

ઉનાળુ તલની વિજ્ઞાનિક ખેતી

છબી
ઉનાળુ  તલની  વિજ્ઞાનિક  ખેતી... ★ જમીન :-  હલકીથી મધ્યમ કાળી , સારી નિતારશક્તિ વાળી , ફળદ્રુપ. ★ વાવવાનો સમય :-1 ફેબ્રુઆરી થી માર્ચનું પહેલું  અઠવાડિયું. ★ વેરાયટી :- સફેદ તલ :- ગુજરાત તલ - 2 ( ઉનાળુ તલ માટે વધુ અનુકૂળ જાત )                   ગુજરાત તલ - 3                   ગુજરાત તલ - 5 કાળા તલ : - ગુજરાત તલ - 10 અમારી પાસેથી ઉનાળુ વાવેતર માટે તલ, મગ, અડદ, સોયાબીન, સૂર્યમુખી, જુવાર, બાજરી, ગમગુવાર તેમજ રજકાના રિસર્ચ / ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઇડ બિયારણ તેમજ ખેતીની સાચી અને સચોટ માહિતી મળશે. વધુ માહિતી માટે કે બિયારણ મંગાવવા માટે આ લિંક પર ક્લિક કરો. - આપને શુ જોઈએ છે એ વિગતવાર લખવું. https://api.whatsapp.com/send?phone=919723135955&text = ★ બિયારણનો દર :- 3 થી 5 kg / હેક્ટર ★ બીજ માવજત :- થાઇરમ અથવા કેપટન @ 3 ગ્રામ / 1 કિલો બીજ ★ પદ્ધતિ :- ચાંચ પદ્ધતિ થી (...

ખેતી તેમજ બાગાયતી પાકોમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન માટે નીચે મુજબના ખાતરો વાપરી શકાય...

છબી
ખેતી તેમજ બાગાયતી પાકોમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન માટે નીચે મુજબના ખાતરો વાપરી શકાય... - વ્યવસ્થિત ગળતીયું છાણીયું ખાતર - અન્ય પાકોના વધેલા અવશેષો માંથી બનેલ ખાતર - દિવેલા / એરંડી ખોળ - લીંબોળી / કરંજનો ખોળ - મરઘાંની ચરકનું 1 થી 2 વર્ષ જૂનું ખાતર - એજોલાનું ખાતર - અળસીયાનું ખાતર - જમીન સુધારક તરીકે - જીપ્સમ ખાતર વાપરવુ. - NPK બેક્ટેરિયા - જમીનની ફળદ્રુપતા વધારવા લીલો પડવાસ કરી શકાય. - પાકની ફેર બદલી કરવાથી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં ખૂબ મદદ મળે છે.  - ખાતરોના કાર્યક્ષમ ઉપયોગ તેમજ ઉત્પાદન વધારવા માટે - માઇકોરાઈઝા બેક્ટેરિયા - બેસ્ટ રિઝલ્ટ માટે ● જમીન સુધારવા, સુકારો રોકવા અને મૂળની સાફ સફાઈ માટે  :- ટ્રાઇકોડરમાં બેક્ટેરિયા + સ્યુડોમોનાસ બેક્ટેરિયા ● જમીન જન્ય જીવાતના સચોટ નિયંત્રણ માટે  :- મેટારાઈજીયમ બેક્ટેરિયા + બ્યુવેરિયા બેક્ટેરિયા ● છોડ પરની ઈયળ અને ચુસિયા પ્રકારની જીવાત માટે :- બ્યુવેરિયા બાસિયાના + બેસીલસ થુરેંઝેનેસીસ ★ વધુ માહિતી માટે કે ઉપરની કોઈ પણ વસ્તુ મંગાવવા માટે   8734861173 પર ફોન કરવો અથવા અમારી સાથે જોડાવા આજે જ અમને ...