પોસ્ટ્સ

2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શીયાળામાં ( રવી સીઝનમાં ) લેવાતા પાકો અને તેની ગુજરાત માં વવાતી જાતો... #Wintercrops #Seeds @Greenlandagriconsultancy

શીયાળામાં ( રવી સીઝનમાં ) લેવાતા પાકો અને તેની ગુજરાત માં વવાતી જાતો... ધાન્ય વર્ગ ★ઘઉં - લોક 1, GW - 496 ★ઘઉં (ભાલીયા) - GW-1 , A 206 ★જવ -કૈલાશ , જ્યોતી તેલીબિયા વર્ગ ★રાય - પાટણ 64 ,ગુ.રાય 1 ★સરસો - પાટણ 66 , ગુ. સરસો 1 ★સૂર્યમુખી - મોર્ડન , ગુ. સૂર્યમુખી 1 ★કસુંબી - ભીમા , તારા ★અળસી - ગરીમા , પુસા ૨ કઠોળ વર્ગ ★ દેશી ચણા-  ગુ.ચણા 3 , ગુ.ચણા 2  , ગુ.ચણા 5 ★ કાબુલી ચણા - K 5 , L 144 ★ વટાણા - બોર્નવિલા , T-116 ★ રાજમા- ઉદય , VL -63 સાકર વર્ગ ના પાકો ★શેરડી- ગુ. શેરડી 1 , CO-6304 ★બીટ - યુરોટાઈપ E ,US 35 રોકડીયા પાકો ★બીડી તંબાકુ - આણંદ 2, ગુ. તંબાકુ 4 ★ચાવવાનું તંબાકુ-  ગુ. તંબાકુ 6 , ગુ. તંબાકુ 8 ★હોકા તંબાકુ -  ગુ. તંબાકુ 4 , આનંદ 119 મરી-મસાલા અને ઔષધીય પાકો ★જીરું - ગુ.જીરૂ 4 ,ગુ.જીરૂ 2 ★અજમા- ગુ.અજમા 1 ★ધાણા- ગુ.ધાણા 1 ,ગુ.ધાણા 2 ★સુવા - ગુ. સુવા 1 ★મેથી- કસૂરી , ગુ.મેથી -47 ★ઇસબગુલ- ગુ.ઇસબગુલ 1 ,ગુ.ઇસબગુલ 2 ★બેરસીમ - મેસકાવી ,BL 1 કંદ મૂળના પાકો ★બટેટા - કે. જવાહર , કે.જ્યોતી , કે. બાદશાહ ★ડુંગળી- ગુજરાત 1 , GSM 4 ★લસણ - ગોદાવરી (જામનગર ) , સ્વેતા , G 41 ઘાસ ...

ઓછા-ખર્ચે વધુ ઉત્પાદન આપતી ચણાની નવી જાત એટલે ફૂલે વિક્રમ. #Fulevikram #ફૂલે_વિક્રમ @GreenlandAgriConsultancy

છબી
"ઓછા-ખર્ચે વધુ ઉત્પાદન આપતી નવી ચણાની જાત એટલે ફૂલે વિક્રમ" ● ચણાની નવી જાત :- ફૂલે વિક્રમ (ICCV 08108) ● સંશોધક સંસ્થાન :- મહાત્મા ફૂલે કૃષિ વિદ્યાપીઠ - રાહુરી (મહારાષ્ટ્ર) ● સંશોધન વર્ષ :- 2016-17 ● ભલામણના રાજ્યો :-  ફૂલે વિક્રમ ચણાની નવી જાત ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેમજ મધ્યપ્રદેશમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે. ● ફૂલે વિક્રમની વિશેષતાઓ... (1) આ જાતની રોગપ્રતિકારકશક્તિ અન્ય ચણાની જાતોની સાપેક્ષમાં વધુ છે. (2) સુકારો અને કોહવારો જેવી સમસ્યાના પ્રશ્નો ઓછા અથવા નહિવત રહે છે. (3) છોડની ઉંચાઈ 55-70 cm થાય છે એટલે કે બે થી સવા બે ફૂટ થાય છે. (4) ઊંચાઇ વધુ હોવાના કારણે કાપણી મશીન (હાર્વેસ્ટર) દ્વારા કરી કરી શકાય છે. - મજૂરની અછતમાં કાપણી ખર્ચ પણ ઘટી જાય છે. (5) હાર્વેસ્ટરના ઉપયોગથી ઉત્પાદન ખર્ચ પણ ઘટી જાય છે અને ઝડપી કામ થાય છે. (6) બીજી ચણાની જાતની સરખામણીએ ફૂલે વિક્રમ જાતમાં ઓછા ખર્ચે, વધુ નફો મળી રહે છે. ● ફૂલે વિક્રમન ચણા માટે શ્રેષ્ઠ વાવણી સમયગાળો :- 1.) વરસાદ આધારિત વાવેતર :- 20 મી સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર ઉત્પાદન ક્ષમતા 14.4 મણ/વિઘા (1...

વટાણાની વૈજ્ઞાનિક ખેતી... સાચી અને સચોટ માહિતી...

છબી
વટાણાની વિજ્ઞાનિક ખેતી પદ્ધતિ... ★ જમીન :-  ગોરાડુ થી ભારે કાળી જમીન અનુકૂળ છે.  ★ વાતાવરણ :- ઠંડુ અને સુકુ - શિયાળાની ઋતુ માફક છે ★ વાવવાનો સમય :- નવેમ્બર નું પેલું પખવાડિયું ★ વેરાયટી :- ગુજરાત દાંતીવાડા વટાણા 1 / લીલા વેચાણ માટે :- એક્સીસ 1010  પકાવીને વેચાણ માટે :- એક્સીસ 2020 ( પાક્યા પછી વટાણાની સપાટી લીસી રહેશે )    અન્ય સારી વેરાયટી  માટે અમારો સંપર્ક કરો . ★ બિયારણ નો દર :- 7 થી 8 kg / વિઘા ★ વાવેતર પદ્ધતિ :- ઓરણીની મદદથી, ચાંચ પદ્ધતિ માં  ( બે હાર વચ્ચે 30 અથવા 45 cm ની જગ્યા રાખીને  ) ★ ખાતર :- છાણીયું ખાતર :- 1 ટન / વિઘા { 1 } પાયાનું ખાતર :- નાઇટ્રોજન:-20 kg / હેક્ટર ફોસફરશ-  40 kg / હેક્ટર એટલે કે ( 87 kg DAP + 10 kg UREA ) ★ પિયત :- 6 થી 8 પિયત  ( જમીન અને વાતાવરણ પ્રમાણે ) ★ જીવાતો ;-  એફીડ , મોલોમશી , સફેડમાખી,તડતડીયા  , થ્રિપ્સ , લીલી ઈયળ ★ રોગ :-  પાઉંડરી મિલડ્યું , પાનના ટપકાનો રોગ ( કોઈ પણ પાકમાં, રોગ-જીવાતના આગોતરા નિયંત્રણ માટે અમારા કૃષિ નિષ્ણાંતોનો સંપર્ક કર...

શેઢા પાળે કરો વાંસની ખેતી, આટલા થશે ફાયદા...

છબી
શેઢા પાળે કરો વાંસની ખેતી.. થશે આટલા ફાયદા.  (1) ખેતરના શેઢા પાળે વાવેતર કરેલા વાંસ ખૂબ વધારે પવનથી પાકને બચાવે છે.  (2) વાંસના મૂળ જમીનને પકડી રાખે છે તેથી જમીનનું ધોવાણ પણ અટકાવે છે . (3) જંગલી પશુઓ જેવાકે રોજ, નીલગાય અને હરણ તેમજ રેઢિયાળ ઢોરને ખેતરમાં આવતા અટકાવે છે. એટલે કે ફેંસીંગ તરીકે કાર્ય કરે છે . (4) વર્ષો વર્ષ જે પાંદ ખરે છે તેમાંથી સારું ખાતર બનાવી શકાય છે.  (5) આજુ બાજુના ખેતરમાંથી હવા દ્વારા ફેલાતી જીવાત અને સ્પ્રે સમયે ઉડતી રસાયણની ઝણ રોકે છે  (6) વાવેતર ખર્ચ એકજ વખત થાય છે ત્યાર બાદ વારંવાર સાઈડ પીલ્લામાંથી નવા વાંસ ઉગે છે.  (7) વાંસમાથી ટેબલ, ખુરચી, પલંગ, ટોકરી, કુટીર, જુલા, ટેન્ટ વગેરે તેમજ સુશોભનની વસ્તુઓ બનતી હોવાથી તેની માંગ પણ વધારે છે. અમુક વર્ષો પછી એ આવકનો સારો સ્ત્રોત બની જાય છે.  (8) ઘાટુ વાવેતર હોવાથી પક્ષીઓને ખોરાક, રહેઠાણ અને સુરક્ષા મળી રહે છે તેથી ઘણા પક્ષીઓ વાંસના ઝાડ પર માળા બનાવે છે આમ કુદરતી વ્યવથાઓને પુનઃ જીવંત કરી શકાય છે.  જો આ લેખ આપને સારો લાગે તો અન્ય ખેડૂતમિત્રો ને પણ મોકલવા વિનંતી... ટીમ... GREE...

ખેતરમાં પાણી ભરાઇ રહેવાથી થતા નુકશાન અને તેના સમાધાન...

છબી
નમસ્કાર, ખેડૂત મિત્રો...       હાલ સૌરાષ્ટ્રમાં અને ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદની પરિસ્થિતિ છે ત્યારે દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. ખેડૂતોના ખેતરો પાણીથી ડૂબી ગયા છે. ત્યારે આપણે ખેતરમાં પાણી ભરાવવાના કારણે થતા નુકશાન અને તેના નિવારણ વિશે વાત કરીશું.     પાણી ભરાવવાના મુખ્ય કારણો વિશે વાત કરીએ તો તે છે વૃક્ષોનું અંધાધૂંન નિકંદન, વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ, જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં થયેલો ઘટાડો તેમજ શહેરીકરણ કે જેના કારણે પાણી નિકાલની કુદરતી વ્યવસ્થામાં વિક્ષેપ પડ્યો છે. તે સિવાય ભારે વરસાદ, પિયત પાણીનો બેફામ ઉપયોગ, જમીન વધારવાની લાલચમાં પાણીના વહેણના કુદરતી માર્ગો જેવા કે નેર, બૂટીયા, ખાળ, ગાડા શેર વગેરેને બુરી દેવા જેવા કારણો જવાબદાર છે. આ સિવાય કેનાલ અને જળ સંગ્રહાલય જેવા કે સરોવર/ડેમ માંથી પાણીનું ઝમણ (રિઝવુ), વધુ વરસાદના કારણે ડેમ ઓવરફ્લો સમયે નીચાણ વાળા વિસ્તારના ગામડામાં પાણી ભરાવું, જમીન માંથી પાણીનો ધીમો નિતાર (ભારે કાળી જમીન કે જેમાં સુક્ષ્મ કાણાઓ (માઇક્રો પોર) હોય છે જેથી પાણી નીતરી શકે નહીં), જમીનમાં ઉપર સતત ભા...

શુ તમે તમારા ઘરે સુશોભનના કુંડા કે ગાર્ડનને વધુ સારા બનાવવા માંગો છો ?

છબી
શુ તમે તમારા ઘરે સુશોભનના કુંડા કે ગાર્ડનને વધુ સારા બનાવવા માંગો છો ? આ પોઈન્ટસ ખાસ ધ્યાનમાં રાખો.  (1) સુશોભનના છોડ અને કુંડાની પસંદગી      ગાર્ડન શોખીનો અને વધુ સારું કરવા માંગતા વ્યક્તિઓ માટે છોડની પસંદગી મૂંઝવણનો વિષય હોઈ છે ત્યારે આ ટિપ્સ કદાચ તમને થોડી મદદ કરશે. જો કુંડા ઘરની અંદર રાખવાના હોઈ તો સેડ લવિંગ છોડની પસંદગી કરવી જોઈએ.  ઘરની અંદર એર પયુરિફાયર પ્લાન્ટ્સ જરૂર રાખવા જોઈએ. ઉદાહરણ તરીકે :- એલોવેરા/કુંવાર પાઠું, સ્નેક પ્લાન્ટ, અરેકા પામ, ઓર્ચીડ, તથા પીસ લીલી વગેરે. ખૂબ ભારે કુંડા ખરીદવા કરતા વજનમાં હળવા અને ટકાઉ મજબૂત કુંડા પસંદ કરવા.  કુંડાનું કદ છોડના આકાર અને કદ સાથે સમતુલન સાધતુ હોવું જોઈએ. ઉદાહરણ તરીકે ખૂબ નાના કુંડામાં, મોટો છોડ કે ખૂબ મોટા કુંડામાં, નાનો છોડ - કુંડાની શોભા બગાડે છે. માટે છોડના કદ અને આકાર પ્રમાણે કુંડાની પસંદગી કરવી જોઈએ.  કુંડામાં છોડ વાવેતર કરતા પહેલા હંમેશા નીચેના તળિયામાં વધારાનું પાણી કાઢવા માટે હોલ બનાવવા જોઇએ. હોલ ને પથ્થરથી કે નળિયાં ના બટકાથી ઢાંકી દેવાથી કુંડાની અંદરની માટી બહાર આવતી અટકાવી શકાય છે.  અમ...

મજૂરોની તકલીફ છે ?? આવી ગયું છે નવું હારવેસ્ટર જેમાં મગ, ચણા, તુવેર કે સોયાબીનની પણ કાપણી કરી શકાશે. વધુ જાણવા માંગો છો તો આ લેખ વાંચો. #Ace act 60 @greenlandagriconsultancy #harvestor

છબી
   ભારતની અગ્રણી યાંત્રિકીકરણ સમાધાન આપતી કંપની ACE (Action Construction Equipment Ltd.) એ હમણાજ એક નવું હારવેસ્ટર લોન્ચ કર્યું છે.   જે વધુ પ્રકારના અનાજ/કઠોળ/ધાન્યની કાપણીમાં ખેડૂતોને મદદરૂપ થશે. આ નવા હારવેસ્ટરના મોડલનું નામ ACE હારવેસ્ટર ACT-60 છે. કંપનીએ આ હારવેસ્ટર પૂર્વ મધ્ય અને દક્ષિણ ભારતના ખેડૂતો માટે લોન્ચ કર્યું છે. આ હાર્વેસ્ટરનો ઉપયોગ ડાંગર, ઘઉં, મગ, સરસવ, તુવેર, સોયાબીન, મકાઈ, ચણા વગેરે જેવા અનેક પ્રકારના પાકને કાપવા માટે થાય છે. તેની વિશેષતા વિશે જાણીયે તો ... ● કટરની પહોળાઈ છે: 7.21 ફૂટ છે. ● અનાજની ટાંકીની સંગ્રહ માત્રા 1400 લિટર છે. એટલે કે અંદાજીત 700 થી 800 કિલો ચોખા સમાઈ શકે છે.  ● શ્રમ અને સમય બચાવવા સાથે, પાકની કાપણીનો ખર્ચ પણ નીચે આવે છે. તેનાથી ખેડૂતોને ફાયદો થાય છે. ● આ હારવેસ્ટરના ઉપયોગથી ખેતરમાં પાકની કાપણીનું કામ વધુ સારી ચોકસાઈથી થાય છે. ● અનાજ/કઠોળ/ધાન્યના દાણાને નુકશાન ઓછું થાય છે. ● આ હારવેસ્ટરની કાર્યક્ષમતા પણ વધુ સારી છે. ● જાળવણી અને રખ રખાવ ખર્ચ પણ ઓછો છે. ● આ મશીનો વજનમાં હલકા છે અને ઇંધણ વપરાશની કાર્યક્ષમતા શ્રેષ્...

શુ તમે તમારી મગફળી એક્સપોર્ટ કરવા માંગો છો ? પણ કોઈ જટીલ સમસ્યાઓ નડી રહી છે ? વધુ જાણવા ક્લિક કરો. #Groundnut_aflatoxin #Groundnut #greenlandagriconsultancy @greenlandagriconsultancy

છબી
નમસ્કાર, ખેડૂત મિત્રો        ગુજરાત રાજ્યમાં મગફળીનો પાક ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય મગફળીના ઉત્પાદનમાં મોખરે છે. ગુજરાતની મગફળીની દેશ વિદેશમાં પણ સારી માંગ છે. જો ખેડૂતો સાથે ભેગા થઈ ને કે એવા વેપારીઓ જે એક્સપોર્ટ કરે છે એવા વેપારીને માલ વેચીને સારો ભાવ અને બહારનું હૂંડિયામણ કમાઈ શકે છે. પણ ઘણી વખત આપણે સાંભળતા હોઈએ કે અન્ય દેશો દ્વારા મગફળીના કન્ટેનર રિજેક્ટ કરવામાં આવ્યા. આવું શુ કામ થાય છે એની પાછળની સમસ્યાઓ અને તેના સમાધાન વિશે આજે વાત કરીશું.       મગફળી નિકાસ ન થવા પાછળ કારણ છે આફલાટોક્સિન . આજે હું તમને મગફળીમાં આવતા આફલાટોક્સિનને કેવી રીતે થોડીક સામાન્ય કાળજીઓ દ્વારા ઘટાડી શકાય તે વિશે માહિતગાર કરીશ. પણ તે પહેલાં આ મગફળીમાં આવતું આફલાટોક્સિન છે શું ?? અને હાલ તેમના લીધે મગફળી નિકાસ કરતા ખેડૂતોને તેમજ આપણે બધાને કેવું નુકશાન થાય છે તે વિશે જાણીએ. આફલાટોક્સિન એ એક ઝેર છે જે એસપરજીલસ ફ્લેવસ નામની ફૂગથી થાય છે. આ અફલાટોક્સિનને કારણે મગફળીનો દાણો આપણે સ્વાદમાં કડવો લાગે છે જેથી આપણે જયારે મગફળી ખાતા...

ખેડૂતો માટે ખુશ ખબર... વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. : અશોકભાઈ પટેલ

છબી
ગુજરાત : હવામાન શાસ્ત્રી શ્રી અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.૬ સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ઉત્તર અને લાગુ મધ્ય બંગાળની ખાડીમાં એક લોપ્રેશર સિસ્ટમ્સ બનવાની શકયતા છે. તારીખ 6 સપ્ટેમ્બર બાદ આ રાઉન્ડ સૌરાષ્ટ્ર અને ગુજરાતના મોટા વિસ્તારોને આવરી લેશે.       આશોકભાઈ પટેલે 17 ઓગસ્ટના જણાવ્યું હતું કે સાર્વત્રિક વરસાદ માટે થોડી રાહ જોવી પડશે. બંગાળની ખાડીમાં ઉત્તર અને લાગુ મધ્ય બંગાળની ખાડીમાં એક લોપ્રેશર સિસ્ટમ્સ બનવાની શકયતા છે એનાથી ખેડૂતોની એ રાહ પુરી થશે અને સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં તા. ૭ સપ્ટેમ્બરથી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે .  પ્રેશર બન્યા બાદ અરબી સમુદ્રથી મહારાષ્ટ્રથી લઈ લો પ્રેશર સિસ્ટમ્સ સુધી ઈસ્ટ - વેસ્ટ સીઅરઝોન થશે. ત્યારબાદ આ સિસ્ટમ્સ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરતી હોય મધ્યપ્રદેશ ઉપર આવે ત્યારે એક બહોળુ સરકયુલેશન ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી ગુજરાત સુધી છવાશે. જેના કારણે ગુજરાતના મોટા વિસ્તારોમાં વરસાદ આવરી લેશે.  Coutesy and special thanks to :- Shri Ashokbhai Patel 

શુ તમે જાણો છો ? ? ભારત દેશમાં કઠોળ પાકનું ઉત્પાદન કેમ ઓછું થાય છે. #GreenlandAgriConsultancy #cereals #Agriculture

છબી
       કઠોળ એ ભારતીય લોકો માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. ભારત દેશને, અન્ય દેશો કરતા સૌથી વધારે કઠોળની જરૂરિયાત રહે છે. ભારત દેશ કઠોળ ઉત્પાદનમાં વિશ્વમાં સૌથી મોખરે છે એ હકીકત છે પણ દેશમાં એટલું કઠોળ ઉત્પન્ન થતું નથી કે તે આખા દેશની જરૂરિયાત પૂરી કરવા સક્ષમ થઈ શકે. તેથી ભારત દેશ અન્ય દેશો પાસેથી સૌથી વધુ કઠોળ આયાત કરીને, કઠોળ આયાતમાં પણ વિશ્વમાં પ્રથમ છે તેથી દેશનું બહુ મૂલ્ય હૂંડિયામણ વિદેશોમાં જાય છે એ મોટી વિડંબના છે. આ બહારથી આવતું કઠોળ દેશમાં ઉત્પાદન થયેલાં કઠોળ કરતા વધારે સસ્તું હોવાને લીધે ઘણી વખત વ્યાપાર કરતા લોકો બહારથી વધારે પડતું કઠોળ મંગાવીને દેશમાં ઉત્પાદિત થયેલા કઠોળના ભાવ ને પણ ઓછા કરે છે. છેલ્લા ઘણા વર્ષોથી કઠોળ ચર્ચાનો વિષય બન્યો છે. નીતિનિયમો ઘડનાર અને ખાસ કરીને કઠોળમાં વધતા જતા ભાવ અને કઠોળની દેશમાં અછત એ ઓપોઝિશન પાર્ટી માટે એક વિરોધનો મુદ્દે બની ગયો છે. આના નિવારણ માટે સરકારે એક ખાસ કમિટી બનાવી છે. જેનું સંચાલન શ્રી અરવિંદ સુબ્રહ્મણીયમ કરી રહ્યા છે જેઓ મુખ્ય આર્થિક સલાહકાર છે. તેઓ દેશમાં કઠોળ ઉત્પાદન, વેચાણ અને વિતરણ વગેરેને સુધારવા વ...

બેક્ટેરિયા વાપરવા સમયે રાખવાની કાળજીઓ

છબી
બેક્ટેરિયા વાપરવા સમયે રાખવાની કાળજીઓ જે જમીનમાં પહેલેથી સેન્દ્રીય પદાર્થ વધુ હોય અથવા વધુ સેન્દ્રીય પદાર્થ આપવામાં આવે તો બેક્ટેરિયા વધુ સારું કામ આપે છે.  બેક્ટેરિયા હંમેશા ઓર્ગેનિક પદાર્થ જેવા કે ગળતિયું છાણીયુ ખાતર, દિવેલી ખોળ, કરંજનો ખોળ અથવા અળસિયાના ખાતર સાથે વ્યવસ્થિત મિક્ષ કરીને જમીનમાં ભેજ હોઈ ત્યારે આપવા જોઈએ. બેક્ટેરિયાની કેપસ્યુલ ફોર્મયુલેશનને ને 200 લીટર પાણીમાં ઓગાળીને સાથે 500 gm ગોળ નાખીને બેક્ટેરિયાની સંખ્યા વધારીને વાપરવાથી વધુ સારા રીઝલ્ટ મળે છે.  બેક્ટેરિયા વાપરવા સમયે હંમેશા જમીનમાં ભેજ હોવો જોઈએ. અથવા બેક્ટેરિયા આપીને તરતજ પિયત આપવું.  કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કેમિકલ ખાતર કે ફૂગનાશક દવાઓ સાથે ઉપયોગ કરવા હિતાવહ નથી. જો ખૂબ આવશ્યકતા હોઈ તો બેક્ટેરિયા જમીનમાં વાપરવા સમયે આગળ - પાછળ 5 થી 7 દિવસનો ગાળો રાખવો.  બેક્ટેરિયાને હંમેશા સૂકી અને ઠંડક વાળી જગ્યાએ સાચવવા, તથા વધુ તાપમાન વાળી કે સીધા સૂર્ય પ્રકાશ આવે એવી જગ્યાએ રાખવા નહિ.  છોડ પર અથવા ખેતરમાં બેક્ટેરિયાનો છટકાવ હંમેશા વહેલી સવારે અથવા સાંજના સમયે જ ઉપયોગ કરવો. ( સવાર કરતા સાંજના સમયે વ...

ગ્રો કવર ટેક્નિક: સારી કે ખરાબ, ખેડૂતનો જાત અનુભવ...

છબી
ગ્રો કવર ટેકનોલોજી.. નમસ્કાર ખેડૂતમિત્રો...         દરેક ખેડૂતોએ મુસાફરી દરમિયાન ગ્રીનહાઇસ કે પોલીહાઉસ તો જોયા જ હશે પણ છેલ્લા એક બે વર્ષથી ક્યારેક ક્યારેક, કોઈક ગામમાં, કોઈક ખેતર પર પાક પર સફેદ ચાદરો ઓઢાડીને ખેતી કરતા દ્રશ્યો છુટા છવાયા જોવા મળે છે. ઘણા ખેડૂતોને ખૂબ જિજ્ઞાસા થતી હોઈ છે કે આ વળી શુ હશે ???  પણ કોઈ ને કોઇ કારણસર લોકો દૂર રોડ પરથી જ એ વસ્તુ ને જોયા જાણ્યા વગર નીકળી જતા હોય છે અને ખૂબ સારી ટેક્નોલીજીનું જ્ઞાન લેવાનું ચુકી જતા હોય છે પણ આજના આ લેખમાં આપણે આ ટેક્નોલોજીની વાત કરવાની છે . આ ટેક્નિકનું નામ છે - ગ્રો કવર ટેક્નિક. ગ્રો કવર ટેક્નિકની અંદર મુખ્યત્વે પાકને ખુબજ હલકા સફેદ કલરના હવા ઉજાસ કપડાથી ઢાંકીને એક પ્રકારે બોગદા બનાવીને તેની અંદર ખેતી કરવામાં આવે છે. આ ટેકનિકમાં ઉપયોગમાં આવતું કાપડ 17 થી લઈને 23 GSM નું હોઈ છે. જરૂરિયાત અને અલગ અલગ પાક અનુસાર તેનો ઉપયોગ થાય છે.  ગ્રો કવર ટેક્નિક વાપરવાથી ખેડતને ઘણા બધા લાભ થાય છે.        ★ ગ્રો કવર ટેક્નિકના લાભની વાત કરીએ તો... - ગ્રો ...

કપાસની વૈજ્ઞાનિક ખેતીની સાચી અને સચોટ માહિતી...

છબી
નમસ્કાર ખેડૂતમિત્રો...         હાલ ચોમાસુ વાવેતરની તૈયારી ચાલતી હોય ત્યારે ખેડૂતોને સાચી માહિતી મળી રહે એવા ઉદેશ્ય સાથે એક pdf બનાવેલ છે. આ લેખમાં આપને કપાસની વૈજ્ઞાનિક ખેતીની સાચી અને સચોટ માહિતી મળશે. આ સાથે જોડેલ લિંક પર ક્લિક કરીને આપ કપાસ વિશે વધુ માહિતી મેળવી શકો છો.  કપાસની વૈજ્ઞાનિક ખેતી ની PDF માટે નીચેની લિંક પર ક્લિક કરો.  https://drive.google.com/file/d/1-s4G7EfEKzf1NygGJR5fH9yhIZMJqzhH/view?usp=drivesdk   માહિતી સારી લાગે તો આપ અન્ય ખેડૂતમિત્રો સાથે જરૂરથી શેર કરજો. આભાર..  કપાસનું બિયારણ વ્યાજબી ભાવે મળશે... - સ્ટાન્ડર્ડ કંપનીના બિયારણ  - ઓરિજિનલ બિયારણની ખાતરી - વ્યાજબી ભાવ - આખા ગુજરાતમાં ડિલિવરી ફ્રી બિયારણ મંગાવવા માટે / વધુ માહિતી માટે - 8734861173 અથવા આ લિંક પર ક્લિક કરી https://wa.me/919104188565  અમને મેસેજ કરો. આપનો ખુબ ખુબ આભાર...

વુમેન્સ in એગ્રીકલ્ચર...

છબી
       કૃષિ અને કૃષિ સાથે સંકળાયેલા વ્યવસાયોમાં મહિલાઓ આજે નોંધપાત્ર અને નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. ગ્રામીણ મહિલાઓ કૃષિ, પશુપાલન, બાગાયત તેમજ મત્સ્યપાલન ક્ષેત્રે ખૂબ યોગદાન આપી રહી છે તો બીજી તરફ કૃષિ ક્ષેત્રે અભ્યાસ કરેલ મહિલાઓ કૃષિ અભ્યાસ, કૃષિ સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિઓ દ્વારા કૃષિ ક્ષેત્રને આગળ લઈ જવા પોતાના જ્ઞાનને કામે લગાડ્યું છે. ભારતના અલગ અલગ વિસ્તારમાં મહિલાઓની કૃષિમાં ભાગીદારી પ્રદેશ થી પ્રદેશ અલગ અલગ છે. પરંતુ આ વિવિધતા ને ધ્યાનમાં લીધા વિના મહિલાઓ કૃષિ ક્ષેત્રમાં પોતાનું આગવું યોગદાન આપી રહી છે.              ભારત જેવા વિકાસશીલ દેશની અર્થવ્યવસ્થામાં કૃષિ ક્ષેત્ર ટોટલ જી.ડી.પી. નું 13 % આસપાસ યોગદાન આપે છે. તો સામે 55 % જેટલો રોજગાર પૂરો પાડે છે. આમાનો ઘણો બધો કૃષિ મજૂરો તરીકેનો ફાળો મહિલાઓનો છે. મહિલાઓના યોગદાનની વાત કરીયે તો 33 % મહિલાઓ ફાર્મ મજૂર તરીકે તો 48 % મહિલાઓ સ્વ-રોજગાર ખેડૂત મહિલાઓ તરીકે પોતાનું યોગદાન આપી રહી છે. ભારતમાં આજે જેટલી સ્ત્રીઓ આર્થિક રીતે સક્રિય કામ કરી રહી છે એમાંની 65 % કરતા વધ...